પોતાના જીવથી વાલા મિત્રના નિધન પર શું બોલ્યા અનુપમ ખેર, ભાવુક થતા બોલ્યા કે…

પોતાના જીવથી વાલા મિત્રના નિધન પર શું બોલ્યા અનુપમ ખેર, ભાવુક થતા બોલ્યા કે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ પાત્રોમાં લોકોને પોતાના ઉમદા અભિનય થકી મનોરંજન કરાવતા જાણીતા દિગ્ગજ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક અચાનક હોળીનો તહેવાર ઉજવી અને બીજા દિવસે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે સતીશ કૌશિક હોળી નો પ્રોગ્રામ પૂરો કરી અને સાત માર્ચના.

રોજ દિલ્હી રવાના થયા હતા દિલ્હીમાં ગુરુગ્રામ ફાર્મ હાઉસમાં તેઓએ કોઈ સાથે મુલાકાત લીધા બાદ તેઓ જ્યારે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેમને ગાડીમાં જ અચાનક છાતીમાં ગભરામણ થવાના કારણે હદ્વય રોગનો હુ!મલો આવ્યો હતો અને તેમનુ દુઃખદ અવસાન થયું હતુ સમગ્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખ ના ઘેરા પ્રત્યાઘાત સાથે.

મો!તનો માતમ છવાયો છે એ વચ્ચે અભિનેતા સતિશ કૌશીક ના સૌથી નજીકના મિત્ર અભિનેતા અનુપમ ખેર તેમના ઘેર તેમની અંતીમ યાત્રામાં સામેલ થવા પહોંચ્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે સતીષ મારો નાનપણનો મિત્ર હતો અમે છેલ્લા 45 વર્ષથી સારા મિત્રો હતા એ માત્ર મારો સહ અભિનેતા નહીં.

પરંતુ મારી આદત બની ચૂક્યો હતો વહેલા સવારે ઊઠીને જ્યારે તેની સાથે હું વાત કરતો ત્યારે મારો દિવસ સારો જતો હતો ગઈ રાત્રે હું બે વાગે સૂતો હતો આ દરમિયાન મને સમાચાર મળ્યા કે સતીશ સતીશ બસ બે શબ્દો મેં સાંભળ્યા મને એમ લાગ્યું કે સતીશ મને મળવા આવ્યો લાગે છે પરંતુ એવું નહોતું તેના સમાચાર મને મળ્યા કે સતીશ.

આ દુનિયામાં રહ્યા નથી હજુ બે દિવસ પહેલા જ મારા બર્થ ડે પર મારા ઘેર આવેલા હતા અમે બંને એકબીજા સાથે મળીને ભોજન લીધું હતું ખૂબ જ મુશ્કેલ છે આવો મિત્ર મને ફરી કોઈ મળી શકે એમ ઉદાર અને નેકદિલ તે માણસ હતો અત્યારે તો તેનું દુઃખ અમારા દિલમાં બહુ છે અમે બધા સદમા માં છીએ ઘણા વર્ષો વીતી જશે એ મહેસુસ કરવા માટે તે હવે આ દુનિયામાં રહ્યો નથી.

જુલાઈ 1975 માં હું એમને પ્રથમ વાર મળ્યો હતો તેઓ ડ્રામા સ્કૂલમાં મારી સાથે અભ્યાસ કરતા હતા બે દિવસ પહેલા અમે બંને સાથે હતા અને કાલે સાંજે એમની સાથે મારી વાતચીત થઈ છે રાત્રે 8 વાગે તેને મને કહ્યું કે હું કાલે આવું છું અને તમને મળવા પહોંચું છું બીજા શું શબ્દો હોઈ શકે એક મિત્ર હોય છે જે પોતાના સંબંધીઓથી પણ વિશેષ હોય છે.

અને મિત્ર આપણા સૌથી નજીક હોય છે આપણે પોતાના માતા પિતા સગા સંબંધીઓ સાથે જે વાતચીત નથી કરતા જે દુઃખ વ્યક્ત નથી કરતા તે આપણા મિત્રો સાથે કરીએ છીએ મિત્રોને આપણે આપણી અસફળતા કે સફળતા વિશે જણાવી શકીએ છીએ મિત્ર એક સહારો હોય છે અને એ સહારો મારો તૂટી ચૂક્યો છે.

મારો દિલથી વાલો મિત્ર આ દુનિયામાં રહ્યો નથી જેનું મને ખૂબ જ દુઃખ છે અને તેમની જગ્યા કોઈ આ દિલમાં લઈ નહીં શકે એક કલાકાર તરીકે તેમને ખૂબ જ ઉમદા અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે મેં મારી જિંદગીમાં તેમના જેવો હસમુખ વ્યક્તિ ક્યારેય જોયો નથી.

પોતાની જિંદગીની તે તમામ બાબતોને મજાકમાં લઈ અને ગંભીર પરિસ્થિતિમાં પણ હસતા જોવા મળતા હતા દેશે આજે એક સારો વ્યક્તિ ગુમાવ્યો છે તેઓ એક સારા કલાકાર ડીરેક્ટર અને પ્રોડ્યુસર હતા આજે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *