પશ્ચિમ બંગાળના રાજકીય રણમેદાનમાં અત્યારે એક જ સવાલ ગુંજી રહ્યો છે. શું આ વખતે બાજી પલટાશે કે પછી ફરી ‘દીદી’નો દબદબો જળવાઈ રહેશે? દરેકના મનમાં ચાલતા આ સવાલનો જવાબ આજ સાંજ સુધીમાં મળી જશે. ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામની પળેપળની અપડેટ જાણવા માટે ન્યૂઝ18 ગુજરાતી સાથે જોડાયેલા રહો.
જે દિવસની પશ્ચિમ બંગાળના લોકો સહિત આખો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તે દિવસ આખરે આજે (સોમવાર, 04 મે 2026) આવી ગયો છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં 2026 વિધાનસભા ચૂંટણીની મતગણતરી 77 કેન્દ્રો પર ચાલી રહી છે. દરેક મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ રહેશે. પંચે વધારાના 165 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ અને 77 પોલીસ ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરી છે.પશ્ચિમ બંગાળના રાજકીય રણમેદાનમાં અત્યારે એક જ સવાલ ગુંજી રહ્યો છે
કે, શું આ વખતે બાજી પલટાશે કે પછી ફરી ‘દીદી’નો દબદબો જળવાઈ રહેશે? એક તરફ સત્તાધારી TMC પોતાની પકડ મજબૂત રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પરિવર્તનના નારા સાથે કમર કસી રહી છે. બંગાળની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવું અત્યંત મુશ્કેલ છે, કારણ કે અહીંની લડાઈ માત્ર બેઠકોની નથી
, પણ અસ્તિત્વ અને વિચારધારાની છે. શું મમતા બેનર્જીની કલ્યાણકારી યોજનાઓ ફરીથી સત્તાની ચાવી અપાવશે, કે પછી વિરોધી લહેર આ વખતે ઈતિહાસ બદલી નાખશે? બંગાળના આ મહાસંગ્રામ પર અત્યારે આખા દેશની નજર ટકેલી છે. ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામની પળેપળની અપડેટ જાણવા માટે ન્યૂઝ18 ગુજરાતી સાથે જોડાયેલા રહો.