ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3 કલાકમાં 2 જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે, બે કલાકમાં દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઠેર-ઠેર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર આજે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યમાં બે જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં દાહોદ અને મહિસાગરમાં બે કલાકમાં ભારે પવન સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબકશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3 કલાકમાં 2 જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે, બે કલાકમાં દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઠેર-ઠેર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
આજે પાંચમી મે, 2026ની વહેલી સવારથી રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો છે. ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે.
.