શ્રદ્ધા વાલકર અને આફતાબ પુનાવાલા ની કહાની લોકોના દિલમાં એક દર્દ બનીને વર્ષો સુધી જીવંત રહેશે કેવી રીતે આફતાબે શ્રદ્ધાના 35 ટુકડાઓ કરીને અલગ અલગ વિસ્તારોમાં ફેંક્યા હતા આ વાત લોકો હજુ સુધી ભૂલી નથી શક્યા આ વાત હજુ તાજી જ છે અને પોલીસ તપાસ પણ આ કેસમાં ચાલી રહી છે.
એ વચ્ચે ટીવી શો ક્રાઈમ પેટ્રોલ એ ઘટના ને એવી રીતે પ્રસ્તુત કરી છે કે લોકો ગુસ્સે થઈ ક્રાઈમ પેટ્રોલ ને બોયકોટ કરી રહ્યા છે ક્રાઈમ પેટ્રોલ ટીવી શો માં આ જ કહાનીમાં શ્રધ્ધા વાલકરને ઈસાઈ છોકરી એના ફર્નાન્ડીઝ જણાવી છે અને તેને મો!તને ઘાટ ઉતારનાર આફતાબ ને આ શો માં હિન્દુ યુવક મિહીર દેખાડવામાં આવ્યો છે.
એટલું જ નહીં પરંતુ મિહીર ની માતાને મંદિરમાં જતી એક ધાર્મિક મહિલા રૂપે પણ દેખાડવામાં આવી છે એપિસોડમાં તેઓ એક મંદિરમાં લગ્ન કરે છે અને પુને શિફ્ટ થાય છે પરંતુ સત્યઘટના માં આફતાબ અને શ્રધ્ધા વાલકર લીવ ઈન રીલેશનશીપ માં દિલ્હી શિફ્ટ થયા હતા ક્રાઈમ પેટ્રોલ ના.
શો મેકર દ્વારા એવું કહેવામાં આવે છે કે આ કહાનીઓ સત્ય ઘટના પર આધારિત હોય છે અને એના કારણે જ લોકો આ શોને પસંદ કરતા હોય છે પરંતુ અહીંયા હિન્દુ છોકરી ને ઈસાઈ બનાવી દેવામાં આવી અને મુસ્લિમને હિન્દુ બનાવીને આ કહાની ને ફેરવીને શો મેકર પ્રસ્તુત કરી રહ્યા છે.
જે જોતા સોશિયલ મીડિયા પર ક્રાઇમ પેટ્રોલ શો મેકર પર ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે શ્રદ્ધા વાલકર ના ન્યાય માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા એ વચ્ચે શો મેકર કોના ઈશારે કામ કરી રહ્યા છે એ વાત પર લોકો શંકા કરી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.