Cli

વિજય થાલાપતિ એ ગર્લફ્રેન્ડ ત્રિશા માટે વર્ષો જૂના કાયદામાં બદલાવ કર્યો?

Uncategorized

તામિલનાડુના સીએમ વિજય થાલાપતિ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં આવ્યા છે તમે સોશિયલ મીડિયામાં વિજય થાલાપતિના શપથ સમારોહમાં એક યુવતીને જોઈ હશે જે યુવતી પણ હાલ સમાચારોમાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એ એમની ગર્લફ્રેન્ડ છે પણ હવે આજે આજ યુવતી માટે સીએમ વિજય થલાપતિએ વર્ષો જૂના કાયદામાં બદલાવ કર્યો છે. કોણ છે આ યુવતી અને કયા બદલાવ કરવામાં આવ્યા છે તે વાત કરીએ આ વીડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો

નિર્ભય ન્યુઝ તામિલનાડુના સીએમ પદના શપથ લીધા પછી થાલાપતિ વિજયએ તેની રૂમડ ગર્લફ્રેન્ડ ત્રિશા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. વિજયએ ત્રિશાની ફિલ્મ આવી રહી છે એના માટે સવારે 9 વાગ્યે સ્ક્રીનિંગ રાખવાની વિશેષ પરવાનગીની આપી છે. જ્યારે અત્યાર સુધીમાં સાઉથમાં તેના ઉપર પ્રતિબંધ હતો. ફિલ્મના જે પ્રોડક્શન હાઉસના જે લોકો છે એ લોકો દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ માહિતી આપવામાં આવી છે અને માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે થાલાપતિ વિજયનો ખૂબ આભાર પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આદરણીય મુખ્યમંત્રીનો વિશેષ આભાર જે સવારે 9 વાગ્યે વિશેષ પરવાનગીની આપી છે

એના જ માટે થમે ફિલ્મ 14મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે પહેલા દિવસથી જ તેના સવારે 9 વાગ્યાના શો શરૂ થઈ જવાના છે. ફિલ્મમાં ત્રિશા અને સૂર્યા મુખ્ય ભૂમિકામાં છે. વર્ષ 2023 માં જે ફિલ્મ રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં સવારે 4:30 વાગ્યાના મોર્નિંગ શોમાં ભાગદોડ મચી હતી. જેમાં એક ફેનનું નિધન થયું હતું ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તમિલનાડુ સરકારે સુરક્ષાના કારણોસર સવારના શો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. પણ હવે આના જ માટે થઈને જે થાલાપતિ વિજય છે એમના દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. થાલાપતિ વિજય આ નિર્ણય બધાનું ધ્યાન એટલા માટે પણ ખેંચી રહ્યો છે કારણ કે તેનું નામ લાંબા સમયથી ત્રિશા સાથે જોડાઈ રહ્યું છે.

બંને સંબંધ પર સત્તાવાર રીતે મહોલ લગાવી નથી પરંતુ છૂટા છેડાની પ્રક્રિયામાં સતત ત્રિશા સાથે જોવા મળી રહી છે. બંને સંબંધ ઉપર સંકેત પણ આપ્યો છે. હવે જાણીએ આ ત્રિશા છે કોણ? તમિલનાડુના સીએમ અને સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજય અને ત્રિશા હાલમાં સોશિયલ મીડિયા પર તેમના પ્રેમ જીવનને લઈને સમાચારમાં આવ્યા છે. એવા અહેવાલો છે કે તેઓ રિલેશનશિપમાં છે. ત્રિશા સીએમ વિજયના શપથ સમારોહમાં પણ હાજર રહી હતી. હકીકતમાં છેલ્લા કેટલાય સમયથી વિજય અને ત્રિશાના ડેટિંગની અફવાઓ સાંભળવા મળી રહી છે. વિજય અને તેની જે પત્ની સંગીતા વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવ્યા પછી આ અફવાઓને વધુ મે વેગ મળ્યો છે. આ પછી વિજય અને ત્રિશા એક રિસેપ્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમની કમેસ્ટ્રી વિશેની ઘણી બધી ચર્ચાઓ થવા લાગી આ દરમિયાન એક ચાહક દ્વારા બનાવેલો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે

કે વિજય અને ત્રિશા ટૂંક જ સમયમાં લગ્ન કરી શકે છે. આ સમાચાર અંગે હજી સુધી કોઈ જ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું જો કે લોકોનું ધ્યાન ખરેખર એ તરફ ત્યારે ખેંચાયું જ્યારે ત્રિશાની માતા ઉમા છે એમને આ વિડીયો લાઈક કર્યો હતો. આ વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચાહકો તેના પર વિવિધ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા બધા યુઝર્સ એવું માને છે કે આ પ્રતિક્રિયા એ સંકેત હોઈ શકે છે કે બંને સ્ટાર્સ તેમના સંબંધોને આગળ વધારવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો માને છે કે ઉમા તેમની પુત્રી ત્રિશાને સપોર્ટ કરવા આ વિડીયો લાઈક કર્યો હોઈ શકે છે. વિજયના અંગત જીવન વિશે ચાલી રહેલા સમાચારો પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ચર્ચાઓ થઈ હતી તેથી આ તેમની પુત્રી માટે તેમનો ટેકો પણ હોઈ શકે છે જ્યારે કેટલાક ચાહકો એવું પણ કહે છે કે આ લાઈક ક્યાંક ભૂલથી પણ થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સ એવો પણ દાવો કરે છે કે અગાઉ પણ વિજય અને ત્રિશાના સંબંધોની ચર્ચા ઘણી બધી પોસ્ટ અને રીલસ છે જેમાં લાઈક જોવા મળી છે તેમના માતાની. વિજય અને ત્રિશા હજી સુધી આ અફવાહ ઉપર કોઈ જ ટિપ્પણી કરી નથી રહ્યા. વિજય હાલમાં તેની રાજકીય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને તેના અંગત જીવન વિશે ચાલી રહેલા ચર્ચા ઉપર મોન છે. પરંતુ જે રીતે ત્રિશા માટે થઈને આખો આ નિયમ છે તેમાં બદલાવ લાવવામાં આવ્યો છે. એના જ કારણે ફરી એક વખત બંને સ્ટાર્સ અત્યારે હાલ ચર્ચામાં આવ્યા છે કે વિજયએ ખરેખર તેમની જે ગર્લફ્રેન્ડ છે એના માટે થઈને આ નિયમમાં ફેરફાર લાવ્યો છે કે કેમ આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *