બૉલીવુડ એક્ટર વિદ્યા બાલનને ચાહનારા ઘણા છે વિદ્યાએ પોતાના સુંદર અભિનયથી લાખો લોકોના દિલ જીત્યા છે એક્ટરનું શરૂઆતનું કરિયર ખુબ મુશ્કેલ હતું પરંતુ પોતાની સખત મહેનતના કારણે આજે પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે પોતાના વજનને લઈને ટ્રોલ થનાર એક્ટર ક્યારેય મનમાથે લેતી નથી.
હવે હાલમાં વિદ્યા બાલન સિદ્ધાર્થ રોય કપૂરના જન્મદિવસમાં પહોંચી હતી જ્યાં વિદ્યા પોતાના વજનને લઈને ટ્રોલ થઈ છે સામે આવેલ ફોટો અને વિડીઓમાં તમે જોઈ શકો છોકે વિદ્યા બાલન થોડી મોટી જોવા મળી રહી છે પરંતુ પોતાના વજનને લઈને ટ્રોલ થનાર એક્ટરે પહેલા પણ ટ્રોલરને સણસણતો જવાબ આપી ચુકી છે.
43 વર્ષની ઉંમરની થઈ ચૂકેલ વિદ્યા બાલન આજે પણ ખુબ સુંદર લાગે છે તમે ખુદ સામે આવેલ તસ્વીરમાં વિદ્યાની સુંદરતા જોઈ શકો છો પરંતુ વિડિઓ સામે આવ્યા બાદ કેટલાક લોકો તેના વજનને લઈને ટ્રોલ કરી રહ્યા છે તેના પર પોતાની અલગ અલગ કોમેંટ કરતા નજરે પડ્યા વિદ્યાનો આ વિડીયો અત્યારે ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે.