એ વાત તો તમે જાણતા જ હશો કે સતિષ માનશિંદેએ જે કોર્ટ આગળ કરેલી આર્યનની જામીન અરજી બે વાર ફગાવી દેવામાં આવી હતી એકવાર કારણ આપવામાં આવ્યું હતું કે આર્યનની પૂછપરછ કરવાની છે તો બીજીવાર ખોટી કોર્ટમાં અરજી કરવામાં આવી એમ કહીને અરજી ફગાવી દેવામાં આવી હતી.
જે બાદ શાહરૂખ ખાને જામીન કરાવવા માટે જાણીતા વકીલ અમિત દેસાઈને આ કેસ સોંપ્યો છે એવામાં જ્યારે આજે વકીલ અમિત દેસાઈએ આર્યનની જામીન અંગે દલીલો કરી ત્યારે તેમને અમુક એવી વાતો કરી જે જાણીને તમે પણ હેરાન રહી જશો વકીલ અમિત દેસાઈએ પોતાની દલીલોના અંતમાં કહ્યું કે આ લોકો હાલ યુવાન છે અને એમની પાસે જે વસ્તુ હતું તે ઘણાં દેશમાં લીગલ છે.
ઘણાં દેશમાં તેનો વપરાશ થાય છે આ લોકોએ ઘણું સહ્યું છે હવે તેમની સ્થિતિ વધારે ખરાબ ન બનાવો અમિત દેસાઈએ વધુમાં કહ્યું કે આર્યન પાસે કોઈ વસ્તુ મળી નથી ન તો પૈસા મળ્યા છે સાથે જ ૩ઑક્ટોબર બાદ તેની પૂછપરછ પણ કરવામાં નથી આવી આ સ્થિતિમાં તેને જેલમાં રાખવાની કોઈ જરૂર જણાતી નથી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે કરેલી જામીન અરજી માત્ર સોમવારની તારીખ આપવામાં આવી હતી અને સોમવારે થયેલી સુનવણીમાં બુધવારની તારીખ આપવામાં આવી હતી જે બાદ આજે પણ દલીલો લાંબી ચાલી હોવાને કારણે કેસની સુનવણી ગુરુવાર પર છોડવામાં આવી છે.
જો કે કોર્ટે ગુરુવારની સુનવણી અંગે જણાવ્યું છે કે કોર્ટમાં પાંચ કેસની સુનાવણી છે તે પૂરી થયા બાદ જ આર્યનના કેસમાં ધ્યાન આપવામાં આવશે પરતું વકીલ અમિત દેસાઈએ કરેલી દલીલો અંગે એક વાત કહેવાની ઈચ્છા થાય કે કેસ ભારતમાં લડવાનો છે વ્યક્તિ ભારતનો રહેવાસી હોય ત્યારે બીજા દેશમાં કઈ વસ્તુ લીગલ છે એ વિશે દલીલ કરવાનો શું મતલબ.
શું માત્ર પૈસા કમાવવા તમે દેશના ન્યાય અને કાયદાને તમારી ઈચ્છા મુજબ બદલશો આ એક સવાલ છે જે તમારી આગળ જાણવું છુ બાકી આમાં તમારો જે પણ અભિપ્રાય હોય એ જણાવી શકો છો અમિત દેસાઇએ આવી રડે સ્પર્શી દલીલો જજ સાહેબ આગળ રજૂ કરી હતી હવે આજે ખબર પડશે કે આગળ શું નિર્ણય લેવાય છે.