ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે એમને હમેશા કઈ નવું ખાવાની ઈચ્છા રહેતી જ હોય છે પરંતુ જ્યાં પૈસાની વાત આવે ત્યાં ગુજરાતીઓના હિસાબ ચાલુ થઈ જતા હોય છે.ગમે તેવા સારા ગુજરાતી,ખાવાના શોખીન હોવા છતાં એવી જગ્યા શોધતા હોય છે જ્યાં ખાવાનું સારું અને સસ્તું મળે.
જો તમે પણ આવા જ લોકોમાં આવો છો તો આજે તમારા માટે લઈને આવ્યા છીએ અમદાવાદની એક એવી રેસ્ટોરન્ટ ની જાણકારી જ્યા તમારું પેટ ભરાઈ જશે પણ વેરાઇટી નહિ ખૂટે તમે કહેશો એના ભાવ પણ એવા જ હશે ને પણ નહિ.
આ રેસ્ટોરન્ટ માં ૩૯૯માં તમને કુલ ૧૫૧ વાનગીઓનો સ્વાદ માણવા મળશે અને આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે ૩૯૯ રૂપિયામાં ૧૫૧ વાનગી તો આપે જ છે પણ આ બધી વાનગી અનલિમિટેડ છે.એટલે કે ૩૯૯માં ૧૫૧ વાનગી માંથી તમારી પસંદની વાનગી તમને મન ભરાય ત્યાં સુધી ખાઈ શકાય છે.
આ રેસ્ટોરન્ટની ટેગ લાઈન છે જમ કે ખાઓ.જેના મેનુ ની વાત કરીએ તો બાળકો માટે ભૂંગળા,પોપકોર્ન જેવી વસ્તુ,સાથે ચોકલેટ ઢોસા,પ્લેન સેન્ડવીચ, સ્ત્રીઓ માટે પાણીપુરી, ભેળ, દહી ચાટ,બાસ્કેટ ચાટ,સાથે ચાઇનીઝમાં નુડલ્સ, મંચુરિયન, ગુજરાતી થાળીમાં વાત કરીએ.
સાદા તેમજ જીરા રાઈઝ,તડકા દાળ,મીઠી દાળ,કાઢી ખીચડી, રોટલી અથાણાં ૩ પ્રકારના શ્રીખંડ,ગુલાબ જાંબુ,જલેબી,ખમણ,બે પ્રકારની છાસ, કેરીનો રસ, સાઉથ ઇન્ડિયનમાં ૩ પ્રકારના ઢોસા પંજાબીમાં ૩ પ્રકારના શાક,તંદુરી તેમજ સાદી રોટલી,આ સિવાય બે પ્રકારના મોકેટેલ,સૂપ,સલાડ પણ અનલિમિટેડમાં મળી રહેશે.
અમદાવાદની આ જગ્યાનું નામ છે જોર શોર જે સોલા સાયન્સ સિટી રોડ,સુકાન એકસ,સિલ્વર રેડિયન્ટ ૨માં પહેલા માળ પર આવેલી છે.તો પહોંચી જાઓ જોર શોરથી નાસ્તા અને જમણની મોજ માણવા.