ટીવીના લોકપ્રિય કપલમાંથી દેબીના બોનર્જી અને ગુરમીત ચૌધરી તેમની પુત્રી લિયાનાના જન્મથી ખુશીઓ ઉજવી રહ્યાછે આ પ્રેમી યુગલે 11 વર્ષથી વધુ સમય બાદ એમના પરિવારમાં એક પુત્રીનું સ્વાગત કર્યું તેમના પરિવારમાં એક પુત્રીનું સ્વાગત કર્યુ તેના બાદ બંને કપલ અવાર નવાર તસ્વીર શેર કરતા રહે છે.
3 જુલાઈએ દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ તેમની પુત્રી સાથેના તેમના પ્રથમ ફોટોશૂટની સુંદર તસવીર શેર કરીને લિયાનાનું મોઢું બતાવ્યું હતું જેમાં લિયાના ક્રોશેટ ડ્રેસમાં ઢીંગલી જેવી સુંદર જોવા મળી હતી પરંતુ એમની પુત્રીને જન્મ થયે હજુ ચાર મહિના માંડ થયા છેને એમણે ફરીથી ખુશખબરી શેર કરી છે.
હવે દીકરીના જન્મના ચાર મહિના બાદ દેબિના બેનર્જીએ તેના ચાહકોને ફરી એક સારા સમાચાર આપ્યા છે એક પોસ્ટ શેર કરતા દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ તેમના ફેન્સને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં બીજી વખત માતાપિતા બનવાના છે સોશિયલ મીડિયા પર આ સમાચાર જોઈને કેટલાક ફેન્સ ખુશછે તો કેટલાક ફેન્સ વિચારમાં પણ પડી ગયા છે.
ગુરમીત ચૌધરીએ એક સુંદર તસવીર શેર કરીને તેઓ ફરીથી પિતા બનવાના છે તેની જાણકારી આપી હકીકતમાં ગુરમીત ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે તસ્વીર સાથે ગુરમીત ચૌધરીએ કેપ્શનમાં લખ્યું કેટલાક નિર્ણયો એવા હોય છેકે જે ઉપરવાળો નક્કી કરે છે તેને કોઈ બદલી શકતું નથી અને તે એક આશિર્વદ છે અને તે પુરા કરવા માટે જલ્દી આવી રહ્યા છે.