Cli

ટાઇગર શ્રોફ અને દિશા પટાની નો સબંધ અંત, કરોડો ફેન્સને નિરાશ કર્યા…

Bollywood/Entertainment Breaking

ટાઇગર શ્રોફ પટાનીને લઈને એવી ખબર આવી રહી છેકે જે એમના કરોડો ફેન્સને નિરાશ કરી દેશે ટાઇગર અને દિશાએ પોતાના 6 વર્ષના સબંધ નો અંત લાવી દીધો છે બંનેના રસ્તા હવે અલગ થઈ ગયા છે કદાચ તમને માનવામાં નહીં આવતું હોય પરંતુ હિન્દુસ્તાન ટાઇમ્સે આ વાતની પુષ્ટિ પોતાના રિપોર્ટમાં કરી છે બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ.

અને દિશા પટાની વચ્ચે ઘણા સમયથી સબંધને લઈને ખબરો આવી રહી હતી બંનેએ ક્યારેય પોતાના રિલેશનશિપ વિશે કંઈ કહ્યું ન હતું 6 વર્ષથી સંબંધમાં રહ્યા છતાં બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ઓફિશિયલ જાહેર કર્યા ન હતા પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષથી તેમના સંબંધોમાં ખટાસ ચાલી રહી હતી.

ટાઈગરના એક મિત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સથી વાત કરતા જણાવ્યું કે તેને પણ થોડા અઠવાડિયા પહેલા બંનેના બ્રેકઅપની જાણકારી મળી હતી આટલું જ નહીં ટાઈગર શ્રોફના મિત્રએ એ પણ ખુલાસો કર્યો કે ટાઈગરને બ્રેકઅપ થયાની કોઈ અસર નથી થઈ અને તે કામ પર ધ્યાન આપી રહ્યો છે દિશા અત્યારે તેની આવનાર ફિલ્મ.

એક વિલેન રિટર્નનના પ્રોમોશનમાં વ્યસ્ત છે જયારે ટાઇગર શ્રોફએ હાલમાં તેની નવી આવનાર ફિલ્મ સ્ક્રુ ઢીલાની જાહેરાત કરી છે બંનેનું બ્રેકઅપ છતાં બંનેએ એકબીજાને ફિલ્મ માટે શુભકામનોએ પાઠવી અત્યારે બંને સાર મિત્ર બનેલ છે દિશા અને ટાઇગરના બ્રેકઅપની ખબર આવતા એમના કરોડો ફેન દુઃખી થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *