એકતરફી પ્રેમને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે એવા માં સુરતના કતારગામ થી એક અનોખો મામલો સામે આવ્યો છે 19 વર્ષની યુવતી 30 વર્ષના યુવક નિકુંજ પટેલ થી ઈન્સ્ટાગ્રામ ના મારફતે સંપર્કમાં આવી હતી બંને વચ્ચે મિત્રતા થઈ અને બંને એકબીજાની સાથે વાતચીત કરવા લાગ્યા સતત એક વર્ષ વાત કર્યા બાદ.
નિકુંજ પટેલ યુવતીને તેની કોલેજ મળવા માટે પહોંચ્યો અને તેને પ્રેમ નો એકરાર કર્યો પરંતુ યુવતી માત્ર મિત્રતા ના સંબંધો સમજતી હતી તેના કારણે તેને પ્રેમ સંબંધ માટે ના પાડી દીધી પરંતુ નિકુંજ પટેલ એટલે અટક્યો નહીં તેને યુવતી ને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું અને તેનો પીછો કરી અવારનવાર હેરાન કરવા લાગ્યો યુવતી જ્યાં પણ જતી હતી ત્યાં.
નિકુંજ પટેલ પહોંચી જતો હતો જેનાથી યુવતીને શંકા ઉપજી અને તેને પોતાનું એકટીવા ગેરેજમાં ખોલાવ્યું તો તેમાંથી જીપીએસ ટ્રેકર નીકળ્યું જેના કારણે નિકુંજ પટેલ તેનો પીછો કરતો હતો યુવતીએ પોતાના પરિવારજનો સાથે નિકુંજ પટેલ અને ખૂબ ધમકાવ્યો તેમને એમ લાગ્યું કે આટલેથી મામલો અટકી જશે પરંતુ નિકુંજ પટેલે યુવતીના.
પરિવારજનો ધાક ધમકી આપી અને તેના ઘેર આવીને તોફાન મચાવ્યું ત્યારબાદ યુવતીના પરિવારજનોએ કતારગામ પોલીસ સ્ટેશનમાં આવીને આરોપી નિકુંજ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરતા કતારગામ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી નિકુંજ પટેલ ફરિયાદ થતા ફરાર થઈ ગયો છે તેના પિતાને જણાવ્યા અનુસાર તે કાંઈ કામ ધંધો કરતો નથી.
પરંતુ રેતી અને કપચીના વેચાણમાં તેના પિતાનો સાથ આપે છે 13 ફેબ્રુઆરી ના રોજ નિકુંજ પટેલે યુવતીના ઘેર પહોંચી અને ધમાલ મચાવી હતીના પરિવારજનો 100 નંબર પર પોલીસને ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં નિકુંજ પટેલ તે જગ્યા છોડીને ચાલ્યો ગયો હતો નિકુંજ પટેલના ઘેર પોલીસ પહોંચી હતી પરંતુ તે ફરિયાદ નોંધાતા.
પોલીસની પકડથી દૂર ચાલ્યો ગયો છે આમ અમને પીએસઆઇ વીએન સિંગરીયા એ જણાવ્યું હતું કે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તે એકટીવા મા જીપીએસ ટ્રેકર લગાડીને પીછો કરતો હતો તે જીપીએસ ટ્રેકર ક્યાંથી લાવ્યો તે મામલે તપાસ હાથ કરવામાં આવી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે.