Cli
કાઠિયાવાડી રાજકોટ ના કિશન સાથે થયો ઈંગ્લેન્ડ ની ભુરી એલીને પ્રેમ, આવી ગુજરાત અને કર્યા લગ્ન...

કાઠિયાવાડી રાજકોટ ના કિશન સાથે થયો ઈંગ્લેન્ડ ની ભુરી એલીને પ્રેમ, આવી ગુજરાત અને કર્યા લગ્ન…

Bollywood/Entertainment Breaking

ભારત દેશમાં ઘણા બધા એવા યુવાનો છે તેઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા છે અને વિદેશી યુવતીઓને પોતાની ધર્મપત્ની બનાવી અને ભારત લાવેલા છે વિદેશી લોકો પર ભારતીય સંસ્કૃતિ રીતી રિવાજ અને રહેણીકરણી પર પ્રભાવિત થતા પોતાની દિકરીઓ ને ભારતના યુવાનો સાથે પરણાવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે એ વચ્ચે ગુજરાત કાઠીયાવાડના.

રાજકોટનો યુવાન કિશન પણ વિદેશી વહુને પોતાના પરિવાર માં લાવી ચુક્યો છે વેલેન્ટાઈન દિવસના ખાસ પર્વ પર ઘણા બધા લોકો પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે તો પોતાના પ્રેમને પોતાના જીવનસાથી તરીકે સ્વીકાર કરતા હોય છે એ વચ્ચે તાજેતરમાં ઇંગ્લેન્ડની યુવતી ઈલી હિચીગં રાજકોટ પોતાના પરીવારજનો સાથે પહોંચી હતી.

અને રાજકોટની સયાજી હોટેલમાં કિશન અને ઈલી હિચીગં ના ભવ્ય રીતે લગ્ન યોજવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ રીતી રીવાજ થી પ્રભાવિત થતા ઈલીના પરીવારજનો પણ પોતાની દિકરીને દુલ્હન ના રૂપ માં જોતા ખુબ જ ખુશ હતા ઈલી ના હાથોં માં મહેંદી મુકવામાં આવી સગાઈ ની ચુંદડી ઓઢાડીને તેના હાથોમાં સગાઈ નું નારીયેળ મુકવામાં આવ્યુ.

ઇદીના પરિવારજનો જે ઇંગ્લેન્ડથી મહેમાનો આવ્યા હતા તેમની સાથે કિશનના પરિવારજનો સગાઈના ગોરધાણા પણ ખાવા સામસામે બેઠા આ દરમીયાન સગાઈની વીંટી પણ કિશને પોતાની પત્ની ઈલી ને પહેરાવી અને આ દરમિયાન ઈલી ના ચહેરા પર ખુશી છલકાતી હતી ઈલી અને કિશને અગ્ની ની સાક્ષીએ ફેરા પણ લીધા આ નિમિત્તે.

કિશનના પિતાએ જણાવ્યું હતું કે કિશન યુકે માં અભ્યાસ કરવા ગયો હતો આ દરમિયાન તેને ઈલી નામની યુવતી પસંદ આવી જતા રાજકોટ તેના પરીવારજનો સાથે ઈલી અમારા ઘેર આવી હતી તેનો સરળ સ્વભાવ જોઈ અમે પ્રભાવીત થયા તો ઈલી ના માતા પિતા એ જણાવ્યું હતું કે અમે ભારતીય સંસ્કૃતિ થી ખુબ પ્રભાવિત છીએ.

અમારી દિકરી ભારતમાં ખુશ રહેશે કન્યાની માતાએ જણાવ્યું હતું કે ભારતીય હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ અમને ખુબ પસંદ આવી છે મારી દિકરીને આવા કપડાઓ જોઈ હું ખુબ ખુશ છું આવા લગ્ન આવો પ્રેમ અમે ક્યાંય જોયો નથી અમારા માટે ગૌરવ છે કે અમે આજે દિકરીના લગ્ન પ્રસંગે હાજર રહ્યા છીએ એ પણ ભારતની ભુમી પર ઈલી એ.

પણ જણાવ્યું હતું કે કિશન મારી સાથે ભણતો હતો હું સ્કુલના સમયથી જ કિશનને ખુબ પસંદ કરતી હતી કિશને મને પ્રપોઝ કર્યું અને મેં લગ્ન માટે હા પાડી દીધી એનો સરળ સ્વભાવ અને તેની સંસ્કૃતિ મને ખુબ પસંદ આવી તે મને ગુજરાતી શીખવતો મને ખુબ મજા આવતી આ સાડી પહેરીને.

પણ મને ખુબ આનંદ થાય છે વિદેશી દુલ્હન ને આવકારવા કિશનના લગ્ન માં ઘણાબધા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે વિદેશી મહેમાનો એ વાત કરતા જણાવ્યું હતું કે ભારત દેશની સંસ્કૃતિ સભ્યતા જોતા અમે ખુબ પ્રભાવિત છીએ હવે પરીસ્થીતી બદલાતી જાય છે ભારતમાં પોતાની દિકરીને વિદાય આપીને.

અમે ધન્યતા અનુભવીએ છીએ ઈલી ના પરીવારજનો પહેલા ભારત આવ્યા હતા કિશન ના પરીવારજનો સાથે રોકાયા અને સગાઈ બાદ લગ્ન નું પણ ભવ્ય આયોજન કર્યુ હતુ જે તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા કિશન અને ઈલીની જોડીને લોકો ખુબ પસંદ કરી લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *