સામાન્ય રીતે પાકિસ્તાનનું નામ સાંભળતા જ આપણા મનમાં આંતકવાદ શબ્દ આવી જતો હોય છે. આપણે મનમાં પહેલીથી જ એવું બેસાડી દેવામાં આવ્યું છે કે પાકિસ્તાની એટલે આંતકવાદી. કોઈ વ્યક્તિ પાકિસ્તાનનો રહેવાસી હતો તેવી જાણ થતા પણ આપણે તેનાથી દૂર ભાગતા હોઈએ છીએ અથવા અથવા જો તે આપણો પાડોશી હોય તો આપણે તે ક્યાંક ઘરમાં કોઈ ઊંધા કામ તો નહીં કરતો હોય ને તેવો વિચારી તેના પર નજર રાખતા હોઈએ છીએ.
પરંતુ હાલમાં જ આપણા ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને ગુજરાતીઓમાં પ્રવર્તી રહેલી આ ધારણાને બદલવા માટે પગલું ભર્યું છે. હાલમાં જ ગુજરાતના અમદાવાદથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના એક ગામમાં રહેતા લોકોએ ગામમાં આવેલા પાકિસ્તાની પરિવારની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે વિગતે વાત કરીએ તોપાછલા કેટલાય વર્ષ સુધી પાકિસ્તાનમાં સ્થાયી થયેલો શાંતિબેનનો પરિવાર હાલમાં જ પાકિસ્તાનથી અમદાવાદ આવ્યો હતો. શાંતિબેન મૂળ હિન્દુ ઠાકોર જાતિના છે.
પરંતુ પાકિસ્તાનના ભાગલા સમયે તેમના માતાપિતાને કેવી રીતે શું કરવું તે અંગે સમજ ન પડવાને કારણે તેઓ પાકિસ્તાનમાં રહી ગયા હતા.જો કે જોકે શાંતિબેનના સગા સંબંધી ગુજરાતના રાધનપુર અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ રહેતા હોવાથી તેમને ઘણા સમયથી પોતાના વતન ભારત આવવાનો વિચાર કર્યો હતો. જેને પગલે ૧૪ મહિના પહેલા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જોકે અમદાવાદમાં આવી ગયા બાદ પણ તેમના રહેવા કે ખાવા પીવાની કોઈ સુવિધા મળી ન હતી. પાકિસ્તાની હોવાને કારણે તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.
પરંતુ કહેવાય છે ને ગુજરાતીઓના દેશમાં કોઈ વિદેશી પણ ભુખ્ય ન રહે તો પછી આ તો ગુજરાતી હતા. આમને મદદ ન મળે એવું ન જ બને ને. શાંતિબેનના પરિવારને પણ મદદ મળી મળતી માહિતી અનુસાર રાજુભાઈ ઠાકોર નામના એક વ્યક્તિને શાંતિબેનના પરિવાર વિશે જાણકારી મળતા જ તેમને પરિવારને રહેવા,જમવાની અને રોજગારની થોડી સુવિધા કરી આપી.એટલું જ નહિ આ ગુજરાતીઓની દિલદારી તો ત્યારે સામે આવી જ્યારે રાજુભાઈ અને તેમના અન્ય મિત્ર અમૃતભાઇ તેમજ ગામના અન્ય લોકોએ મળી આ પરિવારના દીકરા અને દીકરીના ધામધૂમથી વિધિસર લગ્ન પણ કરાવ્યા.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમૃતભાઈએ જણાવ્યું કે પરિવાર પાકિસ્તાનમાં હતો ત્યારે જ દીકરીની સગાઈ કરી દેવામાં આવી હતી પરંતુ ભારત આવ્યા બાદ તેમની પાસે લગ્ન કરવા જેટલા પૈસા નથી. હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે તેવામાં આ ગામના લોકોએ દીકરીના લગ્ન કરાવી શાંતાબેનની જવાબદારી ઓછી કરી છે.
મહત્વની વાત તો એ છે કે પોતાની દીકરીના લગ્ન પાછળ જેટલો ખર્ચો કરવામાં આવે તેટલો જ ખર્ચો આ ગામના લોકોએ આ દીકરીની પાછળ કર્યો છે. ગામના દરેક લોકોએ દીકરીને તેના મનપસંદ કપડાં, વાસણ, મેકઅપ દરેક વસ્તુ લાવવામાં મદદ કરી છે.તો આ કિસ્સા પરથી કહી શકાય કે માણસાઈ હજુ પણ જીવિત છે, બસ આપણે એ માણસાઈ નિભાવતા નથી આવડતી.