દુનિયામાં ઘણા એવા લોકો છે જે દેશમાં બનતી દરેક નાની મોટી ઘટનાઓ અંગે નિવેદન આપી ચર્ચામાં રહેતા હોય છે અને ખૂબ જ નામના પણ મેળવતા હોય છે. આવા જ કેટલાક લોકોમાંથી એક છે કીર્તિ પટેલ.ટિકટોક એપ પર નાના નાના વિડીયો બનાવી લોકપ્રિય બનનાર કીર્તિ પટેલ નું નામ આજે કોઈથી અજાણી નથી આ એક એવી વ્યક્તિ છે જે પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં આવતી હોય છે. થોડા વર્ષ પહેલા જ તેને ગાયોને ભરીને લઈ જતી એક ટ્રક વિશે નિવેદન આપી તેનો વીડિયો વાયરલ કરી ચર્ચા મેળવી હતી . જે બાદ હાલમાં ફરી એકવાર તેનો એક વીડિયો સામે આવ્યો છે.
હાલમાં જ્યારે વર્ષ ૨૦૨૩નો અંત થવા પર છે ત્યારે કીર્તિ પટેલે ફરી રાજકીય નેતા વિશે નિવેદન આપી રાજકારણ ગરમ કર્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે આપ પાર્ટી ના નેતા ભૂપત ભાયાણી અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે વિગતે વાત કરીએ તો હાલમાં જ કીર્તિ પટેલની એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે આપ પાર્ટી ના ધારાસભ્ય ભુપત ભાયાણી પર આરોપ લગાવતા જોવા મળી રહે છે.
વીડિયોમાં કીર્તિ પટેલ નું કહેવું છે કે ભુપતભાઈ ના ભાણીયા જમન ભાયાણી બહેન દીકરીઓ વિશે આપ શબ્દ બોલે છે અને યુવતીઓનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં આ વીડિયોમાં આગળ વાત કરતા કીર્તિ પટેલે જણાવ્યું કે ભુપત ભાયાણીએ તેને મારવાની ધમકી પણ આપી છે. જે બાદ આ વીડિયોમાં તેને જણાવ્યું હતું કે તે ભુપત ભાયાણીના ગામ ભેસાણ જશે.આ વિડીયો અપલોડ કર્યા બાદ તે મહેસાણા જવા નીકળી પણ ગઈ હતી. જો કે કીર્તિ પટેલ ભુપત ભાયણીના ગામ ભેસાણ પહોંચે તે પહેલા જ તેને પોલીસ દ્વારા રોકી લેવામાં આવી હતી જેનો પણ કીર્તિ પટેલ દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો.
હાલમાં કીર્તિ પટેલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાંથી કઈ રહી છે કે આ બધો જ બંદોબસ્ત ભુપત ભાયાણીના કહેવા પર કરવામાં આવ્યો છે. સાથે જ વીડિયોમાં કીર્તિ પટેલ મરવાની ધમકી પણ આપી રહી છે જોકે નોંધનીય બાબત તો એ છે કે કીર્તિ પટેલના આ વિડીયો વાયરલ થયા બાદ જ ભુપત ભાયાણીએ આપ પાર્ટીના ધારાસભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે જો કે આ રાજીનામાં પાછળ ચોક્કસ કારણ શું છે તે અંગે હાલમાં કોઈ જ માહિતી સામે આવી નથી. પરંતુ જે રીતે વીડિયો વાયરલ થયા બાદ રાજીનામું આપવામાં આવ્યું છે તે જોતા ઘણા સવાલો ઊભા થઈ શકે છે.