Cli
this mother get child sukh at the age of 70

જીવનની આથમતી સંધ્યાએ શેર માટીની ખોટ દૂર થતા આંખે છલકાયા ખુશીના આંસુ…

Story

કહેવાય છે ને કે જે વસ્તુ નસીબમાં હોય તેને મળતા કોઈ જ નથી રોકી શકતું વહેલા કે મોડા પરંતુ તમારા નસીબમાં લખેલી વસ્તુ તમને મળીને જ રહે છે. કોઈપણ પરિસ્થિતિ કોઈપણ સંજોગો તમને તમારા નસીબની ખુશી મેળવતા રોકી નથી શકતું હાલમાં આવો જ એક કિસ્સો કચ્છના રાપરમાં સામે આવ્યો છે રાપરમાં સામે આવેલા એક મહિલાના કિસ્સાએ ન માત્ર નસીબ ના ખેલને સાબિત કર્યો છે પરંતુ આ સાથે જ ટેકનોલોજીની કમાલ ને પણ બતાવી છે. આ વાત છે કચ્છના રાપર ની એક મહિલાની જેને આધેડ ઉંમરે પહોચ્યા બાદ એક બાળકને જન્મ આપી કુતૂહલ સર્જ્યું છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે એક ઉંમર પછી સ્ત્રી માતા બનાવવા સક્ષમ નથી હોતી. પરંતુ કચ્છ ની આ મહિલાની બાબતમાં આ સત્ય પણ ખોટું સાબિત થયું છે વિગતે વાત કરીએ કચ્છના રાપરમાં રહેતા જીવું બહેનને એક કાચા ઘરમાં રહે છે. તેમના પતિ માલધારી નું કામ કરે છે. વધુ ભણેલા ગણેલા ન હોવાથી જીવવું બહેન કે તેમના પતિને આજની ટેકનોલોજી વિશે જરા પણ અંદાજો ન હતો તેમને લગ્નના અનેક વર્ષ સુધી બાળક મેળવવા માટે પ્રયત્ન કર્યો પરંતુ બાળક ન રહેતા અંતે આશા મૂકી નિરાશ થઈ ગયા હતા.

તેમને થયું કે તેમની પેઢી પૂરી થઈ જશે. પરંતુ એવામાં જ જીવવું બહેનના પતિને કોઈએ ગામમાં ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે આઈવીએફ પદ્ધતિ વિશે વાત કરી હતી. જો કે આ વાત સાંભળતા પહેલા તો તેમના પતિએ ના જ કહી દીધી હતી. પરંતુ ગામવાળાના સમજાવવા પર તેઓ આ જોખમ ઉઠાવવા તૈયાર થયા. સગા સંબંધી અને ગામવાળા ની સલાહ પર જીવન અને તેમના પતિ ભુજમાં ડોક્ટર નરેશ ભાનુશાલીને ત્યાં આઈવીએફ માટે મળવા ગયા.

મળતી માહિતી પ્રમાણે આ દંપત્તિને જોતા ડોક્ટર એ સારવાર કરવાની ના કહી દીધી હતી. ડોકટર કહ્યું કે લગ્નના ૪૫ વર્ષ બાદ જ્યારે મહિલા ૭૦ વર્ષની ઉંમરે પહોંચી ગયા છે ત્યારે બાળક રહેવું અશક્ય છે પરંતુ જીવું બહેન અને તેમના પતિએ ભગવાન અને ડોકટર પર ભરોસો કરી ડોકટરને સારવાર ચાલુ કરવા કહ્યું. જેવું બહેનની સારવાર શરૂ કરવામાં આવી સૌ પ્રથમ તો તેમનું માસિક ધર્મ ફરી ચાલુ કરવામાં આવ્યું. જે બાદ આગળની સારવાર કરવામાં આવી. આ સારવાર સફળ રહી અને જીવું બહેને આથમતી ઉંમરે એક બાળકને જન્મ આપી શેર માટેની ખોટ પૂરી કરી. હાલમાં આ બાળક ૩ વર્ષનુ છે. તેનું નામ વિહો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *