હું તો માવા, તમાકુ કે બહારનું ખાવાનું ખાતો જ નથી, દારૂને તો હાથ પણ નથી લગાવ્યો એટલે મને તો ક્યારેય કે!ન્સર થશે જ નહિ નો ચાન્સ. મિત્રો સાથે કે!ન્સર જેવી બીમારી અંગે વાત કરતા સમયે તમે પણ આવી બડાઈ મારી જ હશે ખરું ને? પણ શું તમે જાણો છો કે કે!ન્સર માટે બહારનું ખાવું કે તમાકુ ખાવું જરૂરી નથી તે તો ઘરના બનાવેલા ખાવાથી પણ થઈ જ શકે છે હા, બરાબર જ વાંચ્યું તમે ઘરના ખાવાથી પણ.
હાલમાં જ સ્ટર્લિંગ હોસ્પિટલના કે!ન્સર સ્પેશલિસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર બળેલું ખાવાથી કે!ન્સર થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતીઓ જે આખા વર્ષનું તેલ એકસાથે સંગ્રહ કરે છે આ તેલના ઉપયોગથી પણ કે!ન્સર થઈ શકે છે. આ સાથે જ વાહનોમાંથી નીકળતા ધુમાડા અને વધુ પડતાં વજનને કારણે પણ કે!ન્સર થવાનું જોખમ રહે છે.
તેમને જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં પુરુષોમાં મોઢાનું, જીભનું કે!ન્સર વધુ જોવા મળી રહ્યું છે તો સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખનું કે!ન્સર વધુ જોવા મળી રહ્યું છે. તેમનુ કહેવુ છે કે ગર્ભાશયના ૪૦ % કે!ન્સર વધુ પડતા વજનને કારણે થાય છે. આ ઉપરાંત અન્નનળીના ૧૨% કે!ન્સર તેમજ ૮ થી ૧૦% સ્તન કે!ન્સર માટે વધુ પડતું વજન જવાબદાર હોય છે.
વધુમાં તેમને જણાવ્યું કે આજના સમયમાં કે!ન્સરની દવા શોધાઈ છે જેને કારણે સર્જરી સમયે જે અંગો શરીરમાંથી નીકાળવા પડતા હતા તે બચાવી શકાય છે એટલે કે દવાથી કે!ન્સરની અસરને ઓછી કરી સર્જરી કરી શકાય છે. આ બાબત સ્તન કે!ન્સર માટે ખૂબ લાભદાયી છે ઉપરાંત આજે ઓપરેશન માટે નવા સાધનો આવવાથી સ્વાદુપિંડ કે અન્ય કોઈ મોટા કે!ન્સર માં શરીર પર મોટો કાપ મૂકવાની જરૂર રહી નથી. માત્ર સાધન મૂકી શકાય તેવા નાના કાણાથી પણ આજે મોટા કે!ન્સરની સર્જરી શક્ય બની છે.
કે!ન્સર ક્ષેત્રે શોધાયેલ નવા સાધનો અંગે વાત કરતા ડોકટરે રોબોટિક્સ સર્જરી અંગે વાત કરી. આ સિવાય તેમને આઇસીજી અંગે પણ જણાવ્યું.તેમને કહ્યું કે સ્તન કે!ન્સરમાં બગલમાંથી ગાંઠ નીકળતા સમયે હાથમાં સોજો ન આવે તે માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે ડોકટરનું કહેવું છે કે આ તમામ સારવાર કરતાં પહેલાં દર્દીના કે!ન્સર અંગે પૂરતી તપાસ કરવી મહત્વની હોય છે. આ માટે એમ.આર. આઇ, પેટ સ્ક્રીનીંગ, સિટી સ્કેન, કે!ન્સર પેથોલોજી લેબ વગેરેનો સમાવેશ થાય છે.