પ્રેમ માટે ચાંદ અને તારા લાવવાની તો પ્રેમી પ્રેમિકા ની વાતો તમે સાંભળી હશે પરંતુ આપણે જે વાત કરી રહ્યા છીએ તે યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે જીવવાની નહીં પણ મરવાની કસમ ખાઈ લીધી હતી હકીકતમાં અસામના સવલકુચીમાં રહેતી એક સગીર બાળકીએ પોતાના બોયફ્રેન્ડ માટે એવું પગલું ભર્યું છે જેની ચર્ચા ચારે બાજુ ફેલાઈ છે.
15 વર્ષની આ યુવતીનો બોયફ્રેન્ડ એચઆઈવી પોઝિટિવ છે જયારે એ વાતની ખબર યુવતીને થઈ ત્યારે તેણે પોતાના પ્રેમીના શરીરમાંથી ઇન્જેક્શન દ્વારા લોહી નીકાળ્યું અને તેને પોતાના શરીરમાં નાખી દીધું કારણ બંનેને કોઈ અલગ ના કરી શકે જેવા આ વાતની ખબર યુવતીના ઘરવાળાને પડી તો એમણે આ જાણકારી પોલીસને આપી.
તેના બાદ પોલીસે પ્રેમી યુવકની ધરપકડ કરી લીધી અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરી પુછતાજ માં યુવકે જણાવ્યું યુવતી ફેસબુક દ્વારા તેને મળી હતી બંને ત્રણ વર્ષથી પ્રેમમાં હતા એ દરમિયાન યુવતીને ખબર પડી કે તેનો પ્રેમી એચઆઈવી પોઝિટિવ છે પુરી વાત યુવતીએ તેના ઘરવાળા ને કરી ઘરવાળાએ પ્રેમથી મળવાની ના પાડી દીધી.
અને યુવતીને ઘરમાં કેદ કરી લીધી તેના બાદ પણ યુવતી ઘરેથી ભાગીને યુવકને મળવા પહોંચી જતી હતી છોકરીને માતા પિતા ઘરે પાછા લઈ આવતા માતા પિતાની ના અને પ્રેમીથી યુવતીને કોઈ અલગ ન કરી શકે તેના માટે યુવતીએ એવું કરી લીધું છેકે યુવતીની જિંદગી પહેલાથી ખતરામાં હતી પરંતુ હવે યુવતી પણ મોતને કિનારે ઉભી છે અત્યારે તો યુવતી ડોક્ટરની સારવાર હેઠળ છે.