Cli
this family story must to know

સોરઠના ખોળે જીવતો આ પરિવાર દરેક ઘર માટે પ્રેરણાનો દરિયો છે…

Story

આજના યુગમાં યુવાનોમાં ટેટુ બનાવવાનું શોખ કેટલો વધી ગયો છે એ તો તમે જાણતા જ હશો. સાથે જ યુવાનો અને મોટી ઉંમરના લોકોને પણ તમે અલગ અલગ પ્રકારના ટેટુ બનાવતા જોયા જ હશે. પરંતુ શું તમે ક્યારે એવું જોયું છે કે કોઈ સસરા એ પોતાના હાથ પર તેના દીકરાની પત્ની નું ટેટુ બનાવ્યું હોય? તમને વિચાર આવશે કે આવું કોણ કરે,દીકરાની વહુ તો દીકરી સમાન ગણાય તેને માન આપવાનું હોય. પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતના એક સસરા એ પોતાના હાથ પર તેમના દીકરાની પત્નીનું ટેટુ કરાવ્યું છે.

આ ગુજરાતી બીજું કોઈ નહિ પરંતુ જૂનાગઢ મનપાનાં ડે.મેયર ગીરીશભાઇ કોટચા. હકીકતે ગીરીશભાઈને ટેટુ કરાવવાનો એટલો શોખ છે કે તેમને હાથ પર તેમના દીકરા, દીકરી પત્ની તમામ લોકોનું ટેટુ કરાવ્યું હતું. જે બાદ દીકરાના લગ્ન થતા તેમની પત્ની ચાંદનીનું પણ તેમને ટેટુ કરાવ્યું હતું.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ અંગે વાત કરતા ચાંદની જણાવ્યું હતું કે સસરાના હાથ પર પોતાનું ટેટુ જોઈ તે પોતાને ખૂબ જ નસીબદાર માને છે. તેને કહ્યું કે ટેટુ તો ઘણા લોકો બનાવતા હોય છે પરંતુ કોઈ સસરાએ વહુનું ટેટુ બનાવ્યું એવું પહેલીવાર બન્યું હશે. જણાવી દઈએ ગીરીશભાઈ અને તેમની પત્ની ગીતાબેને તેમના જમાનામાં લવમેરેજ કર્યા હતા. જે બાદ તેમના દીકરા પાર્થ અને ચાંદનીના પણ લવમેરેજ છે. ગીરીશભાઈના પત્ની ગીતાબેન એક બ્રાહ્મણ પરિવારના છે અને તેમની વહુ પણ બ્રાહ્મણ પરિવારની જ છે.

દીકરાને લવ મેરેજ અંગે વાત કરતા ગીરીશભાઈ જણાવ્યું હતું કે ચાંદની તેમના સગામાં હતી જેને કારણે તે ચાંદની વિશે થોડું ઘણું જાણતા હતા. તેમને પાર્થ અને ચાંદનીના લગ્ન સામે કોઈ વિરોધ ન હતો. તેઓ તો ચાંદનીનો પરિવાર લગ્ન માટે ન માને તો ચાંદનીને ભગાવીને ઘરે લઈ આવવાની તૈયારીમાં હતા.

હવે અમુકને થતું હશે કે સસરા સાથે સારું બને એમાં શું નવાઈની વાત છે !નવાઈ તો ત્યારે થાય જ્યારે વહુ અને સાસુ વચ્ચે સારું બનતું હોય. તો તો તમને જણાવી દઈએ કે ચાંદની અને તેમના સાસુ ગીતાબહેન વચ્ચે પણ ખૂબ જ સારો સંબંધ છે.ચાંદની પોતાના સાસુને બેન કહીને બોલાવે છે. એટલું જ નહિ ચાંદનીનું કહેવું છે કે તેને સાસુ તેને કોઈ જ કામ કરવા દેતા નથી જેને કારણે પણ તેમની વચ્ચે અવારનવાર મીઠા ઝઘડા થતા રહે છે આ પરિવારને જોતા કહી શકાય કે, કોઈપણ સંબંધ એક તરફથી સુધરતો કે બગડતો નથી. તેને સુધારવા કે બગાડવા માટે બે વ્યક્તિએ સાથે મળીને મહેનત કરવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *