ગુજરાતમાં અનેક ગામો આવેલા છે. જેમાં એવા ઘણાય ગામો છે જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. આજે આપણે એક એવા ગામ વિશે જણાવીશું જે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ એશિયા ખંડમાં સૌથી ધનિક ગામ છે. આ સાંભળીને આશ્ચય ચકીત થઈ જવાશે પણ આ હકીકત છે. ચાલો અમે આપને આ ગામ વિશે જણાવીએ કે, આખરે આટલું ધનવાન કંઈ રીતે બન્યું ગામ.
સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ આ ગામમાં 7600 ઘર છે. આ ઘર ખૂબ ન જાજરમાન અને વૈભવશાળી છે. સૌથી મહત્વનું એ છે કે, આ ગામ બેંક 1-2 નહીં પણ 17 બેંક છે. આ બેંકોમાં ઘણી મોટી માત્રામાં પૈસા જમા છે. આ ગામના લોકોનું લંડનથી ખાસ કનેક્શન જ નથી પણ અહીંથી અડધાથી વધારે લંડન અને યૂરોપમાં રહે છે. આ એટલું સમૃદ્ધ ગામ છે કે જેને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે.
આ ગામ એટલે ગુજરાતનું માધાપર છે. ગામના અડધાથી વધારે લોકો લંડનમાં રહે છે. આ ગામના લોકોએ લંડનમાં પોતાની એક ક્લબ બનાવી છે. જેની ઓફિસ પણ છે.968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિયેશન નામનું એક સંગઠન બન્યું હતું. તેની ઓફિસ ખોલવામાં આવી હતી જેથી માધાપરના ગામના લોકો એકબીજાને કોઈના કોઇ સામાજિક કાર્યક્રમના બહાને મળતા રહે. આ જ પ્રકારે ગામમાં પણ એક ઓફિસ ખોલવામાં આવી છે જેથી લંડનથી ડાયરેક્ટ કનેક્ટ રહી શકે.
આ ગામની 17 બેંકોમા 5000 કરોડ રૂપિયા જમા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ગામના લોકો લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યૂગાંડા, મોઝાંબિક, દક્ષિણ આફ્રિકા અને તાન્ઝાનિયા ચાલ્યા ગયા છે અને ત્યાં જ વસી ગયા છે.ગામ થી દુર ગયા પછી ગામ સાથે જોડાયેલ છે અને માધાપર ગામના લોકો વિદેશથી પૈસા કમાઇની ગામમાં જમા કરે છે. આ ગામના દરેક ઘરમાં ઓછામાં ઓછા 2 લોકો વિદેશમાં રહે છે.અત્યારે પણ અહી વસતા લોકો ખેતી કરે છે. એક પણ વ્યક્તિએ પોતાનું ખેતર વેચ્યું નથી.
અહી ઉત્પાદન થતું અનાજ કે કોઈ પણ વસ્તુઓનું મુંબઈમાં નિકાસ કરવામાં આવે છે. ખેતી સાથે ગામનાં લોકો પશુપાલન સાથે પણ જોડાયેલા છે. ગાયોને રાખવા માટે અહી અત્યાધુનિક ગૌશાળાઓ આવેલી છે. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે.
આ સિવાય ગામના લોકો માટે એક કોમ્યુનીટી હોલ બનવવામાં આવ્યો છે. ગામની પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. તેમજ શાળા થી લઈને મંદિરો તેમજ વૃદ્ધ લોકો માટે પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ છે, જે શહેરોમાં પણ ન હોય. ખરેખર આ ગામની મુલાકાત તમારે અચૂક લેવી જોઈએ.