સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો પ્રકાશમાં આવતા રહે છે અને ઘણીવાર ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર એટલી હદે છવાઈ જાય છે કે ઘણા લોકો જોત જોતામાં સ્ટાર બની જાય છે પરંતુ અહીંયા કહાની એકદમ અલગ જ છે સોશિયલ મીડિયા પર હરીયાણા રાજ્યમા આવેલ ફરીદાબાદ શહેર ની.
એક સ્કૂલની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડ પરનો એક વિડીયો ખુબ વાયરલ થયો છે જેમાં એક બસ ખૂબ પેસેન્જર થી ભરેલી દેખાય છે જેના બારણે ચડવા માટે યુવાનો ધક્કા મૂકી કરી રહ્યા છે આ બસમાં બિલકુલ જગ્યા નથી અને જે થોડી ઘણી જગ્યા છે તેના માટે યુવાનો પડાપડી કરી રહ્યા છે.
પરંતુ એક યુવતી વાઈટ પેન્ટ અને શર્ટ માં ખંભે સ્કૂલબેગ ટીંગાડીને બસની બારીમાંથી દોડીને ચડી જાય છે અને બારીની બિલકુલ નાની જગ્યામાં થી અંદર જતી રહે છે આ દરમિયાન યુવતી ની ઝડપ અને સૂઝબૂઝ જોઈને લોકો વિચારમાં પડી ગયા છે અને આ વિડીયો ના કેપ્શનમાં લખેલું છેકે એક.
મેડલ આ યુવતીને પણ મળવો જોઈએ આ વીડિયો પર ઘણા બધી કમેન્ટ્સ એવી પણ આવેલા છે કે ચાલુ બસમાં સાવધાની જાળવવી જોઈએ આ યુવતી ની હરકત થી તેનો જીવ જોખમમા પણ મુકાઈ શકે છે તો ઘણા યુઝરો આ વિડીઓ પર એક નારી સબ પર ભારી જેવી કમેન્ટ કરતા પણ જોવા મળ્યા છે.