Cli
know this about muslims

એકાએક રેપોર્ટર દ્વારા મુસ્લિમો સામે પૂછાઈ ગયા આવા તીખા સવાલો ત્યારે કૈંક આવો મળ્યો હતો જવાબ…

Story

કહેવાય કહેવાય છે કે કોઈપણ ધર્મ અંગે વાત કરતા પહેલા તેના વિશે પૂરતી જાણકારી હોવી જરૂરી છે જો કે આજના સોશિયલ મીડિયા યુગમાં લોકો કોઈપણ ધર્મ વિશે પૂરતી જાણકારી મેળવ્યા વગર જ તે અંગે વિવાદ શરૂ કરી દેતા હોય છે આજના સોશિયલ મીડિયા યુગમાં હિન્દુ ધર્મના લોકો મુસ્લિમ ધર્મ વિશે અને મુસ્લિમ ધર્મના લોકો હિન્દુ ધર્મ વિશે અનેક પ્રકારની ટિપ્પણી કરતા જોવા મળતા હોય છે.

તમે પણ જો વાત કરીએ મુસ્લિમ ધર્મ અંગે તો મુસ્લિમ ધર્મના અલગ અલગ રીતે રિવાજો અંગે અનેકવાર સોશિયલ મીડિયા પર ટિપ્પણી જોવા મળતી હોય છે. આ રિવાજોમાં મુફ્તી દ્વારા બહાર પાડવામાં આવતા ફટવા ૭૨ હુરો વિશેની બાબત અંગે ઘણા પ્રકારની ટિપ્પણી કરવામાં આવતી હોય છે. ઘણીવાર તમે મુફ્તી દ્વારા ફતવા બહાર પાડીને નિર્દોષ લોકોને સજા કરવાની વાત પણ સોશિયલ મીડિયા પર સાંભળી હશે, અથવા મુફ્તી દ્વારા કોઈ એક રાજકીય પાર્ટીના સમર્થનમાં ફતવા બહાર પાડીને બીજા કોઈ સામાન્ય વ્યક્તિને હેરાન કરવા અંગેની વાત પણ તમે સાંભળી હશે.

પરંતુ શું તમે જાણો છો કે આ તમામ વાતો પાછળ કેટલી હકીકત છે? જો તમારે પણ આ વાતો પાછળના સત્યને જાણવું હોય તો આજનો આ લેખ જરૂર વાંચો મુફ્તી દ્વારા બહાર પાડવામાં આવતા ફતવા અંગે વાત કરતા પહેલા તમને એ જણાવી દઈએ કે મુક્તિ કોને કહેવામાં આવે છે. તો મુસ્લિમ ધર્મમાં જે વ્યક્તિએ કુરાનના શબ્દોને તેના અર્થને સમજીને કુરાન યાદ કરી હોય અને જે વ્યક્તિ કુરાન માથી લોકોની સમસ્યાના ઉપાય શોધી તેમને રસ્તો બતાવી શકે તેને મુફ્તી કહેવામાં આવતા હોય છે. જણાવી દઈએ કે આ મુક્તિ કોઈ રાજકીય પાર્ટી માટે ક્યારેય કામ કરતા નથી.

મુફ્તી માત્ર મુશ્કેલીમાં મુકાયેલ અને તેમની પાસે ઉકેલ માંગવા આવતા લોકોને કુરાનમાથી સમસ્યાઓનો ઉકેલ આપે છે, તે વ્યક્તિને કુરાનમાં તેના જે તે કર્મની શું સજા છે તે અંગે જાણકારી આપે છે, તે ક્યારેય કોઈપણ વ્યક્તિને તેની વાત માનવા અંગે બંધન કરી શકતા નથી હવે વાત કરીએ ૭૨ હૂરો વિશે તો આ પણ એક ઉપજાવેલી સોશિયલ મીડિયાની બાબત છે.મુસિલ્મ ધર્મના ગુરુઓના જણાવ્યા અનુસાર કુરાનમાં હુરોની કોઈ સંખ્યા આપવામાં આવી નથી કુરાનમાં માત્ર હુરો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં રહેતા કેટલાક લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વિવાદ ઊભો કરવા આ તમામ બાબતો ફેલાવામાં આવે છે.જો કે ચૂંટણી અંગે વાત કરીએ તો રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં કોંગ્રેસ મતદાતા વધુ છે લોકોનું માનવું છે કે બીજેપી દ્વારા શરૂ કરવામાં આવેલી આવાસ યોજના કે આયુષ્માન યોજનાનો તેમને લાભ મળતો નથી એટલું જ નહીં પોખરણ વિસ્તારના લોકોનું કહેવું છે કે આવા જ યોજના બીજેપીના આવ્યા પહેલા પણ ચાલુ જ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *