બોલિવુડમાં ફિલ્મને બોયકોટ કરવી,ફિલ્મના સીન પર સેન્સર બોર્ડ દ્વારા કાતર ચલાવવી આ વાત હાલમાં એકદમ સામાન્ય થઈ ગઈ છે વર્ષમાં આવતી બે માંથી એક ફિલ્મ બોયકોટ કે સેન્સર બોર્ડની સમસ્યામાં ફસાઈ જતી હોય છે હાલમાં પણ આવું જ કઈ જોવા મળી રહ્યું છે.હાલમાં એક તરફ બોલિવુડમાં સની દેઓલ ની ગદર ફિલ્મને લઈને ચારે તરફ ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના અમુક સીન સેન્સર બોર્ડ દ્વારા હટાવી લેવામાં આવ્યા છે.
હાલમાં મળતી જાણતી જાણકારી અનુસાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાંથી સેન્સર બોર્ડ દ્વારા ૭ સીન દૂર કરવામાં આવ્યા છે ફિલ્મમાં આત્મહત્યાના સીનના સમયને ઘટાડવામાં આવ્યો છે,તો માથા કપાયેલી લાશ બતાવતા સીનને દુર કરવાનું કહેવામાં આવ્યું છે.સાથે જ અમુક સંવાદોમાં પણ બદલાવ કરવાનું કહેવામાં આવ્યું છે જેમ કે ઊંગલી કરના શબ્દને બદલે તેનો ઉપયોગ કરો,ઘર પૈસા ડાયલોગમાં સમપ્રદાય શબ્દનો ઉમેરો,એન એસ જી ને બદલે આઇઆઇએસ જીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
સેન્સર બોર્ડના ફરમાન બાદ આ ફિલ્મની કમાણી પર કોઈ અસર થશે કે નહિ એ તો ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણી શકાશે.હાલમાં તો સેન્સર બોર્ડનું આ ફરમાન ફિલ્મ નિર્માતાઓ સાથે શાહરૂખ ખાનના ચાહકો માટે પણ એક ખરાબ સમાચાર બની ગયું છે.