દોસ્તો હાલમાં દુખદ સમાચાર સામે આવ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા સુનીલ હોલકરનું 13 જાન્યુઆરીએ નિધન થયું હતું સુનીલે માત્ર 40 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનીલ હોલકર લાંબા સમયથી લિવરની બીમારીથી પીડિત હતા.
સુનીલ હોલકર મૂવીઝમાં ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેણે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે અહેવાલો અનુસાર અભિનેતા સુનીલ હોલકર છેલ્લા કેટલાક સમયથી લીવર સોરાયસીસથી પીડિત હતા અને ડોકટરો પાસેથી તેમની સારવાર પણ કરાવી રહ્યા હતા.
પરંતુ તેમણે શુક્રવારે 13 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા સુનીલ હોલકર પરિવાર તેની માતા પત્ની અને બે બાળકો પાછળ છોડી ગયો છે, અભિનેતાને તેની કોમેડી અને હાસ્ય માટે હંમેશા યાદ કરવામાં આવશે. સુનીલ હોલકર કદાચ પહેલાથી જ તેમના મૃત્યુની ખબર પડી ગઈ હતી.
તેથી જ તેણે તેના મિત્રને છેલ્લો સંદેશ લખ્યો સુનીલે તેના મિત્રને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે, આ તેની છેલ્લી પોસ્ટ છે તે દરેકને અલવિદા કહેવા માંગતો હતો.
તેને મળેલા પ્રેમ બદલ સૌનો આભાર માનું અને તેણે કરેલી ભૂલો માટે માફી માંગી હતી મેં શ્રી યોગીના પાત્રથી ચાહકોના દિલો પર રાજ કર્યું છે. આ સાથે અભિનેતાએ મોર્યા અને સષ્ઠા પૈઠાણી જેવી ઘણી હિન્દી-મરાઠી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય બતાવ્યો છે.