Cli
this actress unbelivable news

બોલિવુડની આ અભિનેત્રીના હોટેલ રૂમમાં મળી આવ્યો કેમેરો.જાણો પછી શું થયું…

Breaking

આજકાલ ટ્રાયલ રૂમમાં,વોશરૂમમાં કેમેરા છુપાવી છોકરીઓના વીડિયો બનાવવાની ખબર અવારનવાર સામે આવતી હોય છે.હાલમાં આવી જ એક ખબર બોલિવુડમાંથી સામે આવી છે.

કન્નડ અને તેલેગુ ફિલ્મોથી ઇન્ડસ્ટ્રી માં ઓળખ ઊભી કરનાર અભિનેત્રી કૃતિ ખરબંદાએ હાલમાં જ પોતાના એક ખરાબ અનુભવ અંગે વાત કરી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃતિ ખરબંદાએ એ હોટેલના એક રૂમમાં કેમેરો મળી આવ્યો હોવાની કબૂલાત કરી.ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે તે એક કન્નડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી તે દરમિયાન તે એક હોટલમાં રોકાય હતી.
આ ફાઈવ સ્ટાર હોટેલ હતી.સામાન્ય રીતે આવી હોટેલમાં શંકા કરવાનું કોઈ કારણ હોતું નથી પરંતુ આ  તેને હોટેલના પોતાના રૂમમાં છુપાવેલો એક કેમેરો મળી આવ્યો.

અભિનેત્રીએ જણાવ્યું કે કોઈએ તેના રૂમમાં સેટ અપ બોક્સની પાછળ કેમેરો મૂક્યો હતો.જો કે તે વ્યક્તિએ કેમેરો બરાબર ન ગોઠવ્યો હોવાના કારણે અભિનેત્રીને કેમેરો સરળતાથી દેખાય ગયો હતો.

વધુમાં અંગે વાત કરતા તેને જણાવ્યું કે કોઈપણ હોટેલના રૂમમાં જતા જ તે આખા રૂમને બરાબર ચેક કરી લે છે.આ તેની આદત છે અને આ આદતને કારણે જ તે મોટી મુશ્કેલીમાં મુકાતા બચી ગઈ હતી.
અભિનેત્રીના જણાવ્યા અનુસાર હોટેલના કોઈ સ્ટાફ મેમ્બર દ્વારા જ આ કેમેરો રૂમમાં મૂકવામાં આવ્યો હતો.જો કે અભિનેત્રીએ બાદમાં આ અંગે ફરિયાદ પણ કરી હતી.

જણાવી દઇએ કે આ પહેલા પણ દિયા મિર્ઝા તેમજ અનુષ્કા શર્મા જેવી અભિનેત્રીઓએ હોટેલના રૂમમાં કેમેરા મળ્યાની ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *