કહેવાય છે ને કે તમે લોકો જેવા ન બનો તો લોકો પણ તમારી અવગણના કરવાનું શરૂ કરી દેતા હોય છે.તમે ગમે તેટલા સફળ વ્યક્તિ કેમ ન હોય પરંતુ જો તમે અન્ય લોકોની જેમ લાઈમલાઈટ ના શોખીન નથી તો લોકોને પણ તમારા હોવા ન હોવાની કોઈ પરવાહ હોતી નથી.
આ વાત અમે નહિ બોલીવુડના એક જાણીતા અભિનેતાએ કહી છે.બોલીવુડ અભિનેતા મુશ્તાક ખાન હાલમાં એક જાણીતી યુ ટ્યુબ ચેનલ ના ઇન્ટરવ્યૂમાં જોવા મળ્યા હતા.
આ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના સાથી કલાકાર તેમજ મિત્ર અભિનેતા સદાશિવ અંગે વાત કરતા તેમને જણાવ્યું કે તે ચહેરા પરથી સાઉથ ઈન્ડિયન જેવા લાગતા હતા પરંતુ અસલમાં મરાઠી હતા.તે એક સારા કલાકાર હતા.તે નાટકના કલાકાર હતા અને હમેશા તેની વાતો કરતા હતા.
અભિનેતાએ જણાવ્યું કે સદાશિવ હમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા.તે ક્યારેય કોઈ પાર્ટીનો હિસ્સો બનતા ન હતા.આ જ કારણ છે કે તેમના નિધન સમયે કોઈપણ બોલીવુડ કલાકાર જોવા મળ્યા ન હતા.
વાત કરીએ અભિનેતા સદાશિવ અંગે તો વર્ષ ૧૯૮૪માં આવેલી અર્ધ સત્ય ફિલ્મ માટે તેમને સહાયક અભિનેતા અને ૧૯૯૧માં આવેલી સડક માટે બેસ્ટ ખલનાયકનો એવોર્ડ પણ મળ્યો હતો.