હાનિકારક બીવી,ક્વિન્સ હે હમ જેવી સિરિયલ થી ઘર ઘરમાં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી જિયા શંકરનું નામ તો તમે સાંભળ્યું જ હશે મોડલિંગ દ્વારા કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રી દિગ્દર્શક,હોસ્ટ દરેક કામમાં પોતાની આવડત સાબિત કરી ચૂકી છે.આ અભિનેત્રી પોતાની આવડત ને કારણે જ નહિ પોતાની સુંદરતાને કારણે પણ ખૂબ જ લોકપ્રિય છે.
આ જ કારણ છે કે અભિનેત્રી જિયા હવે ટીવીના નાના પડદા ને છોડી ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે. જિયા શંકર એક ફિલ્મ સાથે જોડાઈ છે અને જલ્દી જ આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવા જઈ રહી છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જિયા શંકરે જણાવ્યું કે બિગબોસ ઓટીટીમાં આવતા પહેલા જ તેમને એક ફિલ્મની ઓફર મળી હતી.તે ફિલ્મનું શૂટિંગ કરવાની હતી પરંતુ શૂટ બંધ રહેતા તેમને બિગબોસ ઓટીટીમાં આવવાનો વિચાર કર્યો જિયા એ જણાવ્યું કે તે બિગબોસ ની આવનારી સીઝન માં જોવા નહિ મળે તે ફિલ્મ માટે શૂટ કરશે.જો કે જિયા કોની સાથે ફિલ્મ કરી રહી છે તે અંગે જાણકારી આપી નથી.
પરંતુ કહેવાય છે ને ક્યારેક રમત રમતમાં કહેલી વાત સાચી પડે.હાલમાં આવું જ કંઈ જિયા સાથે જોવા મળ્યું છે.બિગબોસ ઓટીટીમાં પૂજા ભટ્ટે જિયાને ઘરની હિરોઈન બનાવી હતી એ તો તમને યાદ હશે જ! હવે આ વાતનો અસલ ફિલ્મ સાથે કોઈ સંબંધ છે કે નહિ તે તો સમય જ કહી શકે.