તકલીફ,દુઃખ આ એવા શબ્દો છે જે કયા સમયે તમારા જીવનમાં પગપેસારો કરી દે તમને જાણ પણ નથી હોતી.એમાં પણ મૃત્યુ એક એવી ઘટના છે જેનો કોઈ ચોક્કસ સમય નથી હોતો એક ક્ષણ પહેલા ઉત્સાહમાં જોવા મળતો વ્યક્તિ બીજી જ ક્ષણે દુઃખો,તકલીફોથી ઘેરાઈ જાય એવું બનતું હોય છે હાલમાં આવું જ બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી સાથે જોવા મળી રહ્યું છે.પંકજ ત્રિપાઠી જે હાલમાં જ અક્ષય કુમાર સાથે ફિલ્મ ઓહ માય ગોડ ફિલ્મમાં જોવા મળ્યા છે.તેમના પર હાલમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.
હાલમાં સામે આવેલી ખબર અનુસાર પંકજ ત્રિપાઠીના પિતા નું નિધન થયું છે.પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારીનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. તેમણે બિહારના બેલસંદ ગામમાં અંતિમ શ્વાસ લીધા જાણકારી અનુસાર પંકજ ત્રિપાઠીના પિતાને શ્વાસની બીમારી હતી. સોમવારે સવારે તેમની તબિયત લથડી હતી અને તેમનું નિધન થયું હતું.પંકજ ત્રિપાઠીના પરિવાર અંગે વાત કરીએ તો તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે.તેમના પરિવારમાં ડોકટર કે એન્જિનિયર બનવા સિવાય કોઈ વિકલ્પ વિચારી શકાય તેમ જ ન હતા.
પંકજ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર તેમના પિતાએ ક્યારે પણ થિયેટર નથી જોયું.ક્યારેક ટીવી પર કોઈ ફિલ્મ કોઈએ બતાવી હોય અને તેમને જોઈ હોય બસ.જો કે આટલા સરળ,સાધારણ પરિવારમાંથી હોવા છતાં તેમના પરિવારે ક્યારેય પણ અભિનેતા ને તેમના સપના પુરા કરતા રોક્યા નથી પંકજ ત્રિપાઠીનુ કહેવું છે કે પરિવારને માત્ર એ જ ચિંતા હતી કે આ ક્યાંકથી કશું કમાય લે.જણાવી દઈએ કે પંકજ ત્રિપાઠી મુંબઈથી પોતાના ગામ જવા રવાના થઈ ગયા છે.