બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એવી કોમેડી ફિલ્મો છે જે આજે પણ લોકોને ખૂબ જ પસંદ છે એ જ લિસ્ટ માં નામ સામેલ છે ફિલ્મ હેરાફેરી જેની સીરીઝ લોકો ખૂબ જ પસંદ કરે છે હેરાફેરી ફિલ્મ અને હેરાફેરી ટુ ફિલ્મ સાથે લોકોની યાદો જોડાયેલી છે જે ફિલ્મોમાં ત્રણ કલાકારોની ભૂમિકા અને લોકોએ ખૂબ જ પસંદ કરી છે.
ત્રણેની એક સાથેની મસ્તી લોકોના દિલમાં અનોખું સ્થાન ધરાવે છે આ ફિલ્મમાં અભિનેતા સુનિલ શેટ્ટી અક્ષય કુમાર અને પરેશ રાવલે પોતાના દમદાર અભીનય નો જાદુ ચલાવ્યો છે અને એ જ મોટું કારણ છે કે ફિલ્મનો પહેલો ભાગ બીજો ભાગ જોઈ હવે લોકો ત્રીજો ભાગ જોવા માટે ખૂબ આતુરતા વ્યક્ત કરી રહ્યા છે.
અને ફિલ્મ હેરાફેરી 3 આ દિવસોમાં ખૂબ ચર્ચાઓમાં આવી છે છેલ્લા ઘણા સમયથી એવી ખબરો સામે આવી રહી હતી કે અક્ષય કુમાર આ ફિલ્મમાં જોવા મળશે નહીં અને અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન આ ફિલ્મમાં જોવા મળશે પરંતુ મિત્રો આ વચ્ચે એક મોટી ખબર સામે આવી રહી છે.
જેમાં એ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ હેરાફેરી 3 માં અક્ષય કુમારની વાપસી જરૂર થશે પીકં બીલા ની રીપોર્ટ મિડીયા સુત્રો અનુસાર શનિવાર એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ મુંબઈના એમ્પાયર સ્ટુડિયોમાં અક્ષય કુમાર સુનીલ શેટ્ટી પરેશ રાવલ અને સુરજ નાડીયાવાલા ની ખૂબ લાંબી મીટીંગ થઈ હતી.
વર્ષો બાદ આ પહેલો એવો સમય આવ્યો હતો કે ફિલ્મની આખી ટીમ એક જ છત ની નીચે ભેગી થઈ હોય બધાને એક સાથે જોતા એમ્પાયર સ્ટુડિયો ના લોકો પણ ભાવુક થઈ ગયા હતા અને તેઓ ખૂબ ઉત્સાહિત પણ જોવા મળ્યા હતા મિડીયા રિપોર્ટ અનુસાર હેરાફેરી ફિલ્મ ની સફર 1999 માં એમ્પાયર.
સ્ટુડિયો થી જ શરુ થઇ હતી 24 વર્ષો બાદ ફિલ્મ હેરાફેરી 3 ની મિટિંગ માટે ફિલ્મના એક્ટરો અને પ્રોડ્યુસર ની આ મીટીંગ એમ્પાયર સ્ટુડિયો માં ફરી થઈ હતી ફિલ્મ હેરાફેરી 3 ની ઘોષણા પણ હવે થઈ શકે છે સાલ 2000 માં આવેલી ફિલ્મ હેરાફેરી ને દર્શકો એ ખુબ પસંદ કરી હતી ત્યારબાદ સાલ 2006 માં આવેલી.
ફિલ્મ હેરાફેરી 2 પણ સફળ રહી હતી જેને નિરજ બોરા એ ડીરેક્ટ કરી હતી બંને ફિલ્મો સુપરહિટ રહી હતી રાજુ શ્યામ અને બાબુરાવ ની તીકડી જોડીએ દર્શકો નું દિલ જીતી લીધુ હતુ એ વચ્ચે ફરી આ ફિલ્મ ની કહાની શરુ થવા જઈ રહી છે જેની ખબર સામે આવતા લોકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.