Cli
રસ્તા પર પડેલા પથ્થરો ઉઠાવી બોલ ફેકંવાની પ્રેક્ટીસ કરતો યુવાન બન્યો ક્રિકેટર, જાણો જીવન સંઘર્ષ અને તસ્વીર...

રસ્તા પર પડેલા પથ્થરો ઉઠાવી બોલ ફેકંવાની પ્રેક્ટીસ કરતો યુવાન બન્યો ક્રિકેટર, જાણો જીવન સંઘર્ષ અને તસ્વીર…

Breaking

ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણા બધા ખેલાડીઓ છે જેમનું જીવન સામાન્ય પરિસ્થિતિમાં થી ખૂબ જ સંઘર્ષ અને મહેનત થકી બદલાયું છે સામાન્ય ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોમાંથી પોતાની આવડત સુઝબુઝ મનોબળ થી આગળ આવીને તેઓ પોતાના અને પોતાના પરીવારજનો ના સપનાઓ સાકાર કરવામાં સફળ રહ્યા છે.

આજે ભારતીય ક્રિકેટ ટીમમા રહી તેઓ દેશ માટે હરીફ ટીમો ને હંભાવતા જોવા મળે છે એ જ લિસ્ટ માં સામેલ છે ભારતીય ક્રિકેટર ઉમેશ યાદવ જેઓ આજે ભારતીય ક્રિકેટ ટીમના સફળ બોલર તરીકે સ્થાન ધરાવે છે ઉમેશ યાદવ નો જન્મ મહારાષ્ટ્ર નાગપુર માં 25 ઓક્ટોબર 1987 ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો.

તેમના પિતા નાગપુરના ખાપર ખેડામાં કોલસાની ખાણમાં કામ કરતા હતા ઉમેશ યાદવ શરૂઆતમાં ભારતીય સેનામાં જોડાવા માંગતા હતા પરંતુ તેઓ સેનામાં ફેલ થયા બાદ પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા આપી અને તેમાં પણ તેઓ બે માર્કસ થી નાપાસ થયા હતા તેમને મળેલી આ સફળતા બાદ તેમને.

ક્રિકેટ જે તે બાળપણથી ખૂબ પસંદ કરતા હતા તેમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું અને તેઓ ભણવાની સાથે ક્રિકેટની રમતમાં ધ્યાન આપવા લાગ્યા સ્થાનિક લેવલે તેમને ઉમદા પ્રદર્શન થકી પોતાનું સ્થાન રાજ્ય કક્ષાની મેચોમાં મજબૂત બનાવ્યુ અને સાલ 2008માં યોજાયેલી દિલીપ ટ્રોફીમાં તેમને રાહુલ દ્રવિડ.

અને વીવીએસ લક્ષ્મણ જેવા મહાન ક્રિકેટર ની વિકેટ ઝડપી અને પસંદગીકારોની નજરમાં આવ્યા વિદર્ભ ક્રિકેટ ટીમના કપ્તાન પ્રિતમ ઘંદે એ ઉમેશ યાદવ ને ટ્રેઈન કર્યા અને ઘરેલું ક્રિકેટમાં ઉમેશ યાદવ એ 340 વિકેટ નો લક્ષ્યાંક પાર કર્યો સાલ 2007 અને 2008 દરમિયાન ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ માં એર ઇન્ડિયા માટે.

તેઓ રમ્યા અને તેમનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું સાલ 2011 માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમને સ્થાન મળતા આતંરરાષ્ટ્રીય ક્રિકેટ માં તેમને 145 ની ઝડપે બોલીંગ સાથે 14 વિકેટ મેળવી આ વર્ષ 2011 દરમિયાન જ ઉમેશ યાદવ ની માતા કિશોરી દેવીનું ડાયાબિટીસ ના કારણે નિધન થયું હતું ત્યારે ઉમેશ યાદવ નો.

પરિવાર લેણામાં ડૂબાયેલો હતો અને એક સમયે ઉમેશ યાદવ પાસે ઘર ચલાવવા માટે પણ પૈસા નહોતા તેઓ આ કપરી પરિસ્થિતિ માંથી બહાર આવ્યા અને સાલ 2014 મા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર સાબીત થયા ઉમેશ યાદવ વન-ડે ક્રિકેટ મેચ ટી ટ્વેન્ટી.

મેચ અને ટેસ્ટ મેચ ક્રિકેટ માં શ્રેષ્ઠ પ્રદશન કરી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યુ તેઓ પરણીત છે તેમની પત્ની નું નામ તાન્યા વાધવા છે જે એક‌ ફેશન ડિઝાઈનર છે ઉમેશ યાદવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાની પત્ની સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે તેમને પોતાના.

શાનદાર ક્રિકેટ કેરિયર દરમિયાન ખૂબ જ નામના અને પ્રસિદ્ધિ મેળવી છે તેઓ પોતાના પરિવાર જનો સાથે આલીશાન પેલેસ માં રહે છે ઉમેશ યાદવ પાસે ઘણી બધી મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ નું આગવું કલેક્શન છે આજે પોતાના પરિવાર ના દરેક સપનાઓ પુરા કરવામાં તેઓ સાર્થક રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *