વડોદરા સેશન કોર્ટે આજે 2018 માં બનેલી ઘટના માં પતિને મોતને ઘાટ ઉતારનાર પત્ની અને તેના પ્રેમીને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે સાલ 2018માં વડુ બારોટ ફરિયામાં રહેતા ધર્મેશ બારોટની પત્ની પૂજાને તેની બાજુમાં રહેતા પ્રશાતં સાથે અનૈતીક સંબંધો હતા આ ઘટના ની જાણ થતાં.
ધર્મેશ બારોટ પોતાની પત્ની પૂજાને લઈને બ્રાહ્મણ વાસમાં રહેવા માટે ચાલ્યો ગયો હતો પરંતુ પૂજા પોતાના પ્રેમી પ્રશાંતને છોડવા માટે રાજી નહોતી કે અવારનવાર તેને મળવા માટે પોતાના ઘેર બોલાવતી હતી મોડી રાત્રે તેના પ્રેમીને ઘેર બોલાવ્યો તો અચાનક તેનો પતિ ધર્મેશ બારોટ આવી જતા તેની સાથે ઝપાઝપી થઈ.
અને કટર મશીન થી પ્રશાંતે તેને મા!રવાનો પ્રયત્ન કર્યો પરંતુ ધર્મેશ બારોટ બચવા પ્રયત્ન કરતો હતો એથી તેની પત્ની પુજાએ પોતાના પ્રેમી સાથે એને નીચે પછાડી ને પુજાએ પગ પકડી રાખ્યા અને તેના પ્રેમી પ્રશાતે કટર તેના ગ!ળે ફેરવી ને ધર્મેશ ને નિર્મતાથી મો!તને ઘાટ ઉતાર્યો હતો આ ઘટના ની જાણ થતાં પોલીસ ને પાડોશીઓ એ જાણ કરતા.
બંને ને જેલના સળિયા પાછળ ધકેલવામા આવ્યાં હતા જે કેશ વડોદરા સેશન કોર્ટ માં ચાલતો હતો ફરીયાદી વકિલ વકીલ એમ એસ શેખ ની દલીલો પોલીસના પુરાવા અને સાક્ષીઓ ના કહેવા અનુસાર પૂજા અને તેના પ્રેમી પ્રશાંત બંને આરોપીઓ ને આજીવન કેદની સજા આપવામાં આવી હતી અને પૂજાને 20 હજાર અને પ્રશાંતને 10 હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો.