મહારાષ્ટ્રના એક ચોરે પોલીસની પણ ઊંઘ હરામ કરી દીધી છે તેણે બતાવી દીધું કે તાળું તોડ્યા વગર અને સરિયો ભાગ્ય વગર કંઈ રીતે જેમલમાંથી ભાગી જવું મહારાષ્ટ્રના પુણેનો એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે એક આરોપો પોલીસ સ્ટેશનથી ભાગવામાં સફળતા મેળવે છે પરંતુ ચોરને જયારે ફરીથી બીજી વાર પકડ્યો ત્યારે આ વાતનો ખુલાસો થયો.
હકીકતમાં પુણે નાસિક હાઇવે પરના એક પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થઈ ગયો પરંતુ નવાઈની વાત એ હતી કે લોકઅપનું તાળું બંધ હતું લોખંડના સળિયા પણ એવા જ હતા છતાં ચોર કંઈ રિતે ભાગી ગયો તે વિચારીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પરંતુ ભાગી ગયેલા ચોરને પોલીસે ફરીથી પકડી પાડ્યો.
પોલીસ આરોપીને બીજીવાર પકડ્યા પછી એ જાણવા ઉત્સુક હતી કે આરોપી કંઈ રીતે ભાગ્યો જયારે આરોપીને એ પૂછવામાં આવ્યું ત્યારે આરોપીએ તેનો ડેમો બતાવ્યો અને સરિયાં વચ્ચેની જગ્યાથી શરીર એવી રીતે કરીને આરોપી નીકળી ગયો પોલીસ પણ જોઈને દંગ રહી ગઈ પરંતુ આ એક ચોરે બધી સિસ્ટમને પણ વિચારવા મજબુર કરી દીધી.