Cli
17 કલાક કાળમાળમા દબાઈને પણ પોતાના ભાઈના માથા પર હાથ રાખીને રક્ષા કરનાર બહેન, ખુદ who એ...

17 કલાક કાળમાળમા દબાઈને પણ પોતાના ભાઈના માથા પર હાથ રાખીને રક્ષા કરનાર બહેન, ખુદ who એ…

Bollywood/Entertainment Breaking

તુર્કી અને સીરિયા દેશમાં થી ઘણા બધા વિડીયો અને તસવીરો સામે આવી રહી છે અહીં આ ભૂકંપે તબાહી મચાવી દીધી છે ભૂકંપ ના કારણે દેશમાં કોહરામ મચી ગયો છે અત્યાર સુધીમાં 15 હજાર થી પણ વધારે લોકો આ ભુકંપ ના કારણે મો!તને ભેટ્યા છે ભૂકંપ ના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે એમાં એક વિડીયો.

સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એ વિડિયો WHO ના અધ્યક્ષ પોતે પણ શેર કર્યો છે સામે આવેલા વીડિયોમાં એક માસુમ દીકરી કાટમાળ નીચે ફસાયેલી જોવા મળે છે સાથે તેનો નાનો ભાઈ છે પોતાના ભાઈને બચાવવા માટે માથા પર હાથ રાખીને ઉપરથી પડતા કાટમાળ થી રક્ષા કરતી જોવા મળે છે.

માત્ર ગીતોમાં કહાનીઓમાં જ નહીં પરંતુ એક બહેન પોતાના વીર ને ખમ્મા મારા વીર કહીને જેમ રક્ષા કરે છે એવી જ રીતે એક બહેનના ચહેરા પરના હાવ ભાવ તેને આંખો પર એક ભાઈ પ્રત્યેની લાગણીઓ પ્રેમ ભાવ આ વીડિયોમાં છલકાતો જોવા મળે છે સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

એક બહેનની દિલેરી અને તેની હિંમત ની ખૂબ પ્રશંસા કરતા જોવા મળે છે માત્ર એક બે મિનિટ નહીં પરંતુ આ જ પરિસ્થિતિમાં એ દીકરીએ 17 કલાક સુધી પોતાના ભાઈની રક્ષા કરી હતી આ વીડિયોને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેશે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા લખ્યું.

હતું કે આ બહાદુર દીકરીની હું પ્રસંસા કરું છું તુર્કી અને સીરિયામાં ત્રણ મોટા ભૂકંપો બાદ સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે આ દરમિયાન 70 થી વધુ દેશો તુર્કી અને સીરીયાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે બંને દેશોમાં મૃ!ત્યુ આંક 15 હજાર ને પાર થઈ ગયો છે તો આ ઘટનામાં 40 હજાર થી વધારે.

લોકો ઘાયલ થયા છે વિડીયો રિપોર્ટ અનુસાર સીરીયા માં 3 લાખથી વધારે લોકો ઘર વિહોણા થયા છે ભારતના વિદેશ મંત્રાલય પણ જણાવ્યું હતું કે ભારતીય એક નાગરિક તુર્કી ના ભુકંપ બાદ ગુમ છે અને 10 ભારતીયો તુર્કીના દૂરના વિસ્તારમાં ફસાયેલા છે જેમને બચાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *