કનૈયાલાલની હત્યાની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ હત્યારા ચોંકાવનાર ખુલાસા કરી રહ્યા છે તપાસકર્તાઓ એ જણાવ્યું કે હત્યારાઓ મંગળવારે કનૈયલાલની હત્યા કરી પરંતુ એમનું પ્લાનિંગ કંઈક બીજું હતું નવભારત ટાઈમ્સ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ તપાસમાં જાણવા મળ્યું કે કનૈયાલાલે.
ફેસબુકમાં નૂપુર શર્માના શમર્થમાં પોસ્ટ શેર કરી ત્યારે ધ!મકી બાદ એમણે દુકાન કેટલાક દિવસ બંદ રાખી હતી આ દરમિયાન આરોપીઓએ પુછતાજમાં જણાવ્યું કે કનૈયાલાલને એમના ઘરમાં ઘૂસીને મા!રવાની યોજના હતી પરંતુ કનૈયાલાલના ઘરની ખબર ન હોવાથી એમાં તેઓ સફળ રહ્યા ન હતા એટલું જ નહીં.
એમણે કનૈયાલાલની દુકાનની રેકી પણ કરી હતી એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુ!મલાખોરોને દુકાન પર હુ!મલો કરવો આસાન હતો એટલે એમણે એ પ્લાનિંગને અંજામ આપ્યો અત્યારે આ હત્યામાં સામેલ ચાર લોકોને 10 દિવસના રિમાન્ડ મોકલી દેવામાં આવ્યા છે રિમાન્ડ બાદ અન્ય ખુલાસા થઈ શકે છે.