Cli
ડીસાનો ધ્રુજાવી દે તેવો બનાવ, 4 મહિના પહેલા પોતાના જીવન જોખમે બચાવનાર વ્યક્તિએ જ તેનો જીવ લીધો...

ડીસાનો ધ્રુજાવી દે તેવો બનાવ, 4 મહિના પહેલા પોતાના જીવન જોખમે બચાવનાર વ્યક્તિએ જ તેનો જીવ…

Breaking

આ દુનિયામાં ઘણા લોકો પોતાના જીવના જોખમે પણ બીજાનો જીવ બતાવતા હોય છે પરંતુ આ ભલાઈનું કામ પણ ઘણીવાર ખુદને નડી જતું હોય છે અહીં ડીસાનો એક યુવાનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે એક સમયે જે યુવાનનો જીવ બચાવ્યો હતો એજ લોકો દ્વારા ભલાઈ કરનારની બેરહેમીથી હત્યા કરી દીધી છે.

મિત્રો બનાવ ત્રણ દિવસ પહેલાનો છે ડીસા તાલુકાના રાણપુર ગામના વચલાવાસમાં પોપટજી ઠાકોર નામના યુવાનની હત્યા કરીને ફેંકી દેવામાં આવી જે મામમે પોલીસ ગણતરીના કલાકોમાં પકડતા આરોપી રણજીતજી ઠાકોર અને અન્ય લોકોના નામ ખુલ્યા છે તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આજથી 4 મહિના પહેલા રણજીતજી ને તેના પિતાથી કોઈ કારણોસર ઝગડો થતા તેમના પત્ની પણ એમને છોડી ઘરેથી ચાલ્યા ગયા હતા ત્યારે માનસિક રીતે હતાશ થઈને રણજીતજી એ પોતાનું જીવન ટૂંકાવાનું કોશિશ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી નીકળેલ પોપટજીએ બધાને ભેગા કરીને રણજીતજીનો જીવ બચાવી લીધો હતો.

પરંતુ ત્રણ દિવસ પહેલા મિત્રોનો ફોન આવતા પોપટજી મળવા માટે ગામની સાઈડમાં મળવા ગયા હતા ત્યારે રણજીતજી અને અન્ય લોકોએ મળીને પોપટજીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને એમના મૃતદેહને મૂકીને નાસી છૂટ્યા હતા આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલને હવાલે કરી દીધા છે મિત્રો ન્યુઝ સોર્સ ગુજરાત અખબાર માંથી લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *