તમે ઉંમરના કોઈપણ પડાવમાં પહોંચી ગયા હોય આખી દુનિયા તમારા માટે બદલાઈ ગઈ હોય પરંતુ એક માં જ હોય છે જેનો પ્રેમ આખી જિંદગી એક સમાન રહે છે માની આંખોમાં ક્યારેય પોતાનો દીકરો મોટો નથી થતો હંમેશા પોતાના પાલવના છેડામાં પોતાના દીકરાને રાખે છે જે તમારી ખુશીમાં પોતાની ખુશી જુએ છે.
કાલે બોલીવુડ અભિનેતા અનુપમ ખેરને સોસાયટી મેગેઝીન તરફથી ગેમ ચેન્જર ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવ્યો એવોર્ડને જ્યારે અનુપમ ખેર પોતાની માને દેખાડવા લઈને આવ્યા ત્યારે તેમની માતા ખુશીથી ઝુમવા લાગી પોતાના ગળે આ એવોર્ડને લગાડીને તેને તેમની માએ જણાવ્યું કે બેટા મને આપી દે નહિતર આ એવોર્ડને કોઈની નજર લાગી જશે.
અનુપમ ખેર પોતાની માને આટલી ઉંમરે પણ ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની દરેક આજ્ઞા નું પાલન કરે છે તેઓ ઘરથી બહાર નીકળતા પોતાની માના આશીર્વાદ લઈને નીકળે છે સોશિયલ મીડિયા પર અનુપમ ખેર સાથે તેમની માતાનો વિડીયો સામે આવતા દર્શકોએ તેમના પર ખૂબ જ પ્રેમ વર્ષાવ્યો હતો અનુપમ ખેર ઘણા વર્ષોથી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.
અને આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક હીટ ફિલ્મો આપી રહ્યા છે અનુપમ ખેરે આ વર્ષ દરમિયાન ધ કાશ્મીરી ફાઈલ જેવી હિટ ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી હતી સાથે તેઓ ઘણી બધી ફિલ્મોમાં આવનારા સમયમાં જોવા મળશે આ વચ્ચે તાજેતરમાં આવેલો આ વિડીઓ ખરેખર ભાઉક બનાવી દેછે.