ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક સમયે પોતાના દમદાર અભિનય થકી આજે પણ લોકોના દિલમાં અનેરી છાપ છોડનાર પોતાના નામના ગુજરાતી ફિલ્મોમા ડંકા વગાડનાર અભિનેતા રણજીત રાજ નો જન્મ રાજસ્થાન જોધપુર ના મતોડા ગામ ના ભાટી પરીવારમાં થયો હતો તેમના પિતા માસ્ટર ગોરધન ભાટી રંગભૂમિના એક સુપ્રસિદ્ધ કલાકાર હતા.
તેઓ સ્ત્રી અને પુરુષનું બંનેનું પાત્ર ભજવતા હતા છપ્પનિયો દુકાળ જ્યારે પડ્યો એ સમયે તેઓ રાજસ્થાન છોડીને મુંબઈમાં આવ્યા રણજીત રાજ નું બાળપણ ત્યાં વિત્યુ તેઓ બિઝનેસ કરવા માગતા હતા તેમને ટાઈલ્સ ની ફેક્ટરીમાં કામ શરૂ કર્યું પરંતુ તેમની પિતાનું અવસાન થતાં તેમના કાકા આનંદ રાજ ની સાથે તેઓ સમય વિતાવવા લાગ્યા તે એક સિંગર હતા.
આ દરમિયાન તેઓની મુલાકાત તેમના કાકાએ ડીરેક્ટર ગણપત રાવ સાથે મુલાકાત કરાવી એ સમયે ગણપતરાવ સુપર ડુપર હીટ થયેલી ફિલ્મ વીર રામવાળો બનાવી રહ્યા હતા જેમાં આનંદ રાજ સિંગર હતા તેમને ભલામણ કરતા રણજીત રાજ ને આ ફિલ્મ માં અભિનય કરવા નો મોકો મળ્યો ત્યારબાદ રણજીત રાજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય બની ગયા.
તેમણે લંકાની લાડી ઘોઘાનો વર સતિ સાવિત્રી મારો રસ સાજન પૃથ્વીરાજ સંયુક્તા સાજન ના સથવારે મણીગર મણીયારો મહિસાગરને આરે રાધા ઘેલો કાન કાળજા નો કટકો સંત તુલસીદાસ વીરા વેલો આવજે લાલ પીળી ચુંદડી બળીયાદેવ ભગવાન શ્રીકૃષ્ણ જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનથ થકી ગુજરાતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ ઉભી કરીને પોતાની દમદાર છાપ છોડી એ સમયે તેઓ ખૂબ જ લોક ચાહના ધરાવતા હતા તેમની બધી જ ફિલ્મો સુપરહિટ થઈ રહી હતી અચકો મચકો કારેલી ફિલ્મની સ્ટોરી લખાઈ રહી હતી આ દરમિયાન તેઓ મુંબઈ ગયા હતા જે ફિલ્મો રાજસ્થાન અને ગુજરાતમા.
આ રિલીઝ કરવાની હતી અને બંને લેંગ્વેજમાં આ ફિલ્મને રજૂ કરવાની હતી ફિલ્મની સ્ટોરી લખીને તેઓ પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન તેમની તબિયત લથડતા તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ દરમિયાન તેમને 12 હદ્વય રોગના હુમલા આવ્યા અને લાખો દિલ પર રાજ કરનાર રણજીત રાજે.
માત્ર 46 વર્ષ ની નાની ઉંમરે પોતાનો દેહ ત્યાગી દિધો તેમના અવસાન બાદ તેમની છેલ્લી ફિલ્મ રિલીઝ થઈ હતી જેના પર દર્શકોએ ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો અને તેમની યાદમાં આ ફિલ્મ ગુજરાતી થિયેટરોમાં ખૂબ લાંબો સમય સુધી ચાલી હતી આજે પણ ચાહકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને તેમની ફિલ્મો આજે પણ ખૂબ જ જોવામાં આવે છે