ગુજરાત આખામાં પોતાના સેવાકીય કાર્યોથી હંમેશા ચર્ચાઓમાં રહેતા સુરતના જાણીતા હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયા જેમને ડાયમંડ કિંગની કપમાંથી પણ સંબોધવામાં આવે છે તેઓ પોતાના વ્યવસાયની સાથે ઘણા એવા કાર્યો કરે છે કે તેઓ હંમેશા લોકોમાં એક આગવી ઓળખ ધરાવે છે તેઓ પોતાના મૂળ વતન.
પોતાના ગામ પ્રત્યે એવી લાગણીઓ ધરાવે છે કે તેઓ એ તાજેતરમાં પોતાના ગામ દુધાળામાં દરેક ઘરમાં પોતાના ખર્ચે સોલાર પેનલ ભેટ આપીને માતૃભૂમિ નો પ્રેમ દર્શાવ્યો હતો એ સાથે તેમને ગરીબ લોકોની સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં એક કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું હતું તેઓ ધાર્મિક વૃત્તિ ધરાવે છે અને હનુમાનજી પ્રત્યે.
ખૂબ જ આસ્થા ના કારણે ગુજરાતમાં 311 જેટલા હનુમાન મંદિર બનાવવાનો ગોવિંદભાઈ ધોળકિયા સંકલ્પ કર્યો છે જેના કારણે તેઓ ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ થયા છે તાજેતરમાં ગોવિંદભાઈ ધોળકિયાના ઘેર દીકરી નો જન્મ થયો છે ઘણા બધા લોકો દીકરી અને દીકરામાં ભેદભાવ રાખે છે અને દીકરાને પ્રાધાન્ય આપતા જોવા મળે છે
એ વચ્ચે દીકરી અને દીકરા વચ્ચે ની ભેદભાવની લીટી દુર કરવા તેમને પોતાના ઘેર ના માત્ર દિકરીના જન્મ ની ભવ્ય ઉજવણી કરી પરંતુ સુરત શહેરના રહેવાસીઓને એક અનોખો સંદેશ પણ આપ્યો છે અને એક જાગૃતિ ફેલાવતો પ્રેરણાત્મક મેસેજ એમને ફરતો કર્યો છે ગોવિંદભાઈ ધોળકિયાના ના પરીવારમાં આનંદની.
લાગણી પ્રસરી જવા પામી છે રામનવમીના દિવસે તેમના પુત્ર શ્રેયાસ ધોડકીયા ના ઘેર દીકરીનો જન્મ થતાં ખુશીની લહેર દોડી ગઈ છે શહેરમાં ગરીબ પરીવારોને મીઠાઈ ભોજન સાથે તેમને પોતાની દિકરીની આવવાની ખુશીમાં પોતાની પ્રશનલ વેનીટી વાનને ગુલાબી રંગની રંગી હતી જેના.
પર દિકરીના જન્મ પર ઘણા પ્રેરણાદાયી વાક્યો લખ્યા હતા અને એવા સંદેશ સાથે દિકરી પ્રત્યે લોકોમાં ભેદભાવ નો નાશ થાય અને સમાજમાં દિકરીઓ ને મહત્વ મળે એ માટે એ વેનીટી વાનને આખા સૂરતમાં ફેરવવામાં આવી હતી તને ભવ્ય સ્વાગત સાથે દીકરીને ઘેર લાવવામાં આવી હતી ગોવિંદભાઈ ધોળકિયા આ વિશે.
મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સમાજમાં દીકરી ને મહત્વ મળે લોકો દિકરી અને દિકરાને એકસમાન હક આપે એ માટે હું અપીલ કરું છું દિકરી અને દિકરો માતા પિતા ની નજરમાં સરખા જ હોય છે ગોવીંદભાઇ ધોળકીયા પોતાની સેવાકીય પ્રવૃતિઓ થી હંમેશા લોકોમાં ખુબ જ આદરભાવના ધરાવે છે.