નસીબ ક્યારે કોના બદલાઈ જાય એ કોઈ નક્કી કરી શકતું નથી માણસ પોતાના નસીબ વિધાતા ના હાથે લખાવીને આવે છે તકદીર નું પત્તું ક્યારે પલટી જાય તે કોઈને ખબર હોતી નથી ઘણીવાર કોઈ અમીર વ્યક્તિ રસ્તા પર આવી ગરીબ પણ થઈ જાય છે તો કોઈ ગરીબ વ્યક્તિ રાતોરાત અમીર પણ બની જાય છે.
એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મજુરી કરતા વ્યક્તિ ના ખાતામાં કરોડો રૂપિયા આવી ગયા હતા તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો સમગ્ર ઘટના અનુસાર ઉત્તર પ્રદેશ ના કન્નોજ જિલ્લાના 45 વર્ષ ના મજુરી કરીને પોતાનું જીવન વ્યતીત કરતા બિહારી લાલ નામના વ્યક્તિ જનસેવા કેન્દ્રમાં.
પૈસા ઉપાડવા માટે ગયા હતા એટલામાં તેમને મોબાઇલમાં એક મેસેજ આવ્યો. મેસેજ જાણીને તેઓ નહીં પરંતુ આજુબાજુના લોકો પણ ચોંકી ગયા હતા આ રૂપિયા એટલા હતા કે લોકોના હોસ ઉડી ગયા હતા બિહારીલાલ ના ખાતામાં 2700 કરોડ રૂપિયા આવ્યા હતા આ મેસેજ જોઈને બિહારી લાલ ને પહેલા.
તો વિશ્વાસ આવ્યો નહીં કારણકે તેઓ મજૂરી કરતા હતા જેમતેમ કરીને પોતાના પરિવાર ને બે સમયનુ ભોજન કરાવતા હતા તેઓ પોતાનો મોબાઈલ લઈને બેંકના અધિકારી પાસે ગયા અને તેમને આ મેસેજ દેખાડ્યો બેંકના અધિકારીએ એ પુષ્ટિ કરી કે હા આપના ખાતામાં આટલી રકમ છે મિડીયા સાથેની વાતચીતમાં બિહારી લાલે.
જણાવ્યું હતું કે મેં ત્રણ વાર બેન્ક માં બેલેન્સ ચેક કરાવ્યુ મારા પગ જમીન પર ધ્રુજી રહ્યા હતા અને 2700 કરોડ જ હતા મારા ખાતા માં તે ખુશીમાં ઘેર આવ્યો પરંતુ તેની ખુશી લાંબો સમય સુધી ટકી શકતી નહીં તે જ્યારે બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયો ત્યારે તેના ખાતામાંથી આ રકમ જતી રહી હતી અને તેના ખાતામાં માત્ર 126 રૂપિયા જ બચ્યા હતા.
બેકં ના મુખ્ય જિલ્લા પ્રબંધક અભિષેક સિંહા એ જણાવ્યું હતું કે આ સ્પષ્ટ રુપથી બેકીગં ભુલ છે બિહારીલાલ નું એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યું છે બિહારી લાલ રાજસ્થાની કિડની ભઠ્ઠીમાં કામ કરે છે પરંતુ હાલ એ કામ બંધ હોવાના કારણે તેઓ ગુજરાન પણ રોકાઈ ગયું છે એ વચ્ચે હવે તેઓ ને બેકં તરફ થી તેમના 127 રુપીયા પણ પાછા દેવામાં આવ્યા નથી.