આસામ અત્યારે વધારે પુરમાં ઝઝૂમી રહ્યું છે એવામાં કેટલાય રાજના લોકો મદદ માટે આગળ આવ્યા છે જેમાંથી કેટલાક સેલિબ્રિટી પણ મદદ માટે આગળ આવ્યા છે ગયા દિવસોમા આમિર ખાને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયા નાખીને મદદ કરી હતી હવે એવામાં કરણ જોહર પણ અસામની મદદ માટે સામે આવ્યા છે.
કરણ જોહર એક એવા વ્યક્તિ છે જેઓ હંમેશા સોસીયલ મીડિયામાં ટ્રોલ થતા રહે છે અને જ્યારથી શુશાંતસિંહ રાજપૂતનું નિધન થયું તેના બાદથી એમને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે પરંતુ કરણ જોહરે સેવાનું ઉત્તમ કામ કરીને લોકોનું દિલ જજીતી લીધું છે હકીકતમાં કરણ આસામના પૂર પીડિતોની મદદે આવી ગયા છે.
કરણ જોહરે આસામના પૂર પીડિતો ની મદદ માટે હાથ લંબાવ્યો છે ફિલ્મ નિર્માતા કરણ જોહરે આસામની મદદ કરતા 11 લાખ રૂપિયાનું દાન કર્યું છે અને આ રકમ આસામના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી છે જેની જાણકારી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને આપી છે અને અભિનંદન પણ પાઠવ્યા.