તાજેતરમાં રાજકોટ માં આવેલ રેસકોસ મેદાનમાં હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે સારંગપુર ના શાસ્ત્રી હરિપ્રસાદદાસ સ્વામી વ્યાસપીઠ થી કથા કરી યહ્યા છેલ્લા પાચં દિવસોથી ચાલતી આ કથામાં 80 હજારથી વધુ લોકો કથા સાભંડી ચુક્યા છે જેમા ઘણા લોકો સેવા આપતા પણ જોવા મળ્યા છે.
એવા જ એક નિસ્વાર્થ સેવાભાવી છકડો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા પાંચા ભાઈ ભરવાડ રોજ કથામાં આવતા ભાવિકો ને રોજ 250 લીટર દુધની ચા પીવડાવે છે તેમની સેવાને હરીપ્રસાદદાસ સ્વામીએ બીરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે હનુમાનજીએ મને જણાવ્યું છે કે બેટા તું સેવા કર હું હંમેશા.
તારી મદદ કરતો રહીશ હું હનુમાન ભક્ત છું અને કદાચ આ ચા પીવડાવાની સેવાકીય પ્રવૃતિ મારો છકડો રિક્ષા વેચાઈ જાય મારા મારી પત્ની ના ઘરેણા પણ વેચાઈ જાય તો પરવા નથી મને હું અવિરત આ સેવા આપવાનો છું આ કાર્ય માં સહકાર આપવાની વાત કરતા પણ તેઓએ ના પાડી હતી.
એમને જણાવ્યું હતું ભોજન ના દાતા કોઈ બની શકે તો હુ ચા કેમ ના પીવડાવી શકું હનુમાનદાદા મારી સાથે છે મારા રોટલા એમના પર આધારીત છે દેવા વાળા દાદા બેઠા છે મુજ ગરીબના ઘેર દાદા તાણ નહીં પડવા દે તેઓ ચા ખાડં દુધ સામાન બધોય સાથે અને પોતાના માણસો સાથે.
અહીં આવેલા છે તેઓ એ જણાવ્યું કે મને દાદાના ધામમાં જગ્યા આપો હું સેવા કરવા માગું છું મને મોકો આપો સેવા માં જ મારા દાદા રાજી છે વાચંક મિત્રો પાંચા ભાઈ ના આ સેવાકાર્ય વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને મિત્રો આ સારા કાર્ય ને શેર કરવા વિનંતી.