મધ્યપ્રદેશના શિવપુરી માંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં નાગપંચમી ના દિવસે જ એક નવી નવેલી વહુને સર્પે દંશ દીધો છે જેનાથી દુલહનનું મોત થઈ ગયું તેઓ લગ્ન બાદ પહેલીવાર પિયર આવી હતી પરંતુ તેઓ સર્પ દંશનો શિકાર થઈ ગઈ નાગ પાંચમીનો તહેવારનું ભારતમાં એક અલગ જ મહત્વછે આ દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે.
પરંતુ આ દરમિયાન મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જ્યાં એક નવા લગ્ન કરેલ દુલહનને સર્પે દંશ દેતા તેનું મોત થઈ ગયું છે હકીકતમાં આ મામલો શિવરપુરી જિલ્લાના સુરાવાયા પોલીસ સ્ટેશન વિસ્તારના બુધી બરોદ ગામનો છે જ્યાં નવપરિણીત નિધિ લગ્ન બાદ પહેલીવાર શ્રાવણ મહિનાના.
પહેલા સોમવારે પોતાની સાસરીમાં થી પિયરમાં આવી હતી પરંતુ ગઈ રાત્રે તેઓ એમના પિયરમાં માતા પિતા જોડે ત્યાં સૂતી હતી ત્યારે સર્પે તેને ડંખ માર્યો હતો તેના બાદ દીકરીને તરત જ માતા પિતા નજીકની હોપ્સ્પિટલમાં લઈ ગયા પરંતુ તબિયત બગડતા નિધિને ગ્વાલિયર ખસેડવામાં આવી હતી પરંતુ તેઓ બચી શકી ન હતી.
મૃતકના પિતા રણજિત સિકરવારનાએ બે મહિના પહેલા તેમની પુત્રીના લગ્ન કર્યા હતા તેણે નિધિના લગ્ન ખોક્કરના રહેવાસી મોહન પ્રતાપ સાથે ખુશીથી કર્યા હતા મૃતકનો પતિ ભારતીય સેનામાં ફરજ બજાવે છે પુત્રીના લગ્નથી માતા પિતા ખુબ જ ખુશ હતા પત્નીના મૃત્યુના સમાચાર પતિને આપવામાં આવ્યા છે.