સ્ટાર પ્લસની લોકપ્રિય ટીવી સીરીયલ યે રિશ્તે હે પ્યારકે મા કુહુ રાજવંશ ની ભૂમિકા ભજવનાર કાવેરી પ્રિયમે પોતાની જિંદગીનો એક ચોંકાવનારો કિસ્સો જણાવ્યો છે કાવેરીએ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે જ્યારે હું અભિનય જગતમાં આવી હતી ત્યારે મને કામ કરવાની ખૂબ ધગસ હતી.
એ દિવસોમાં હું કાસ્ટિંગ ડિરેક્ટર સાથે એક પ્રોજેક્ટ વર્ક ઉપર ચર્ચા કરતી હતી એ સમયે કાસ્ટીગ ડિરેક્ટરે મારી સામે એવી વાત મૂકીકે હું રડતી રડતી બહાર આવી ગઈ અને રીક્ષામાં પણ મારા આંસુ સુકાતા નહોતા આવી જ ઘટના બીજી વાર પણ બની પરંતુ હું કોઈ ખરાબ કામ કરીને અભિનેત્રી બનવા માંગતી નથી.
બીજીવાર પણ એક ડિરેક્ટરે મને લજ્જિત કરતા સુવા માટે કહ્યું પરંતુમેં એ ઓફરો ઠુકરાવીને મૂહ તોડ જવાબ આપીને બહાર નીકળી ગઈ આ ઘટનાઓ જ્યારે પણ યાદ આવે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે ઇન્ડસ્ટ્રીમાં આવા લોકોના કારણે ઘણી અભિનેત્રીઓ શિકાર બને છે કાવેરી પ્રિયમે 2014માં મોડેલિંગ.
કરી અને 2015માં ધારાવાહિક નાગીન 2 થી પોતાના અભિનયની શરૂઆત કરી પરદેશ મેહે મેરા દિલ અને સાવધાન ઈન્ડિયા માં પણ અભિનય કર્યો આગળ જતા યે રિશ્તે હે પ્યારકે મા કુહુ રાજ વંશ ની ભૂમિકા થકી અને ખૂબ જ લોકપ્રિયતા મળી આજે પણ તેઓ યે રિશ્તે હે પ્યારકે મા દમદાર અભિનય કરી રહી છે.