Cli

નિરાધાર ત્રણેય બહેનોનું કોઈ ન હતું દર્દભર્યું જીવન જીવતી હતી આખરે પોપટભાઈ ટિમ મદદે દોડી આવી અને કર્યું એવું કાર્ય કે…

Breaking Life Style

બહેન એક એવું નામ હોય છે કે જે ઘણીવાર માંની પણ ફરજ નિભાવે છે અને પરિવારની તમામ જવાબદારીઓ સંભાળતી જોવા મળેછે જે બાળકોની માતા પિતા પરથી છત્રછાયા ગુમાવી હોય તો તેમના ભાઈ બહેનોમાં બહેન હોય તે ઘર અને પરિવારની સારસંભાળ કરે એતો સ્વાભાવિક છે માંની ઉણપ એક બહેન જ પૂરી કરતી હોય છે.

તો આવો જ એક કિસ્સો છે જ્યાં એકલી બહેનો જ રહે છે તેની મદદે બીજી એક બહેન આવી હતી તો જાણીએ કોણ છે આ ત્રણ બહેનો અને હાલ શું કરે છે બારડોલીની ત્રણ બહેનો એકસાથે રહે છે જેની મદદ માટે પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમ આગળ આવી છે વાત એમ છેકે આ બહેનો એકબીજાનો ટેકો બની છે કહેવત છેને કે જેનું કોઈ નથીં હોતું તેનો ભગવાન હોય છે.

ત્યારે આ ત્રણેય બહેનોમાં એકનું તો સાસરિયું પણ છે પણ તેમને રાખવા માટે કોઈ તૈયાર નથીં જ્યારે બીજી બહેન અપરિણત છે એટલે તેનું કોઈ ન હોવાથી તેની મદદે બીજી બેન આવ્યાં હતાં ત્રણેય બેન અત્યારે તેના જીવન ઘણું સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે તેમને કોઈની મદદની જરૂર હતી કારણ કે એક જે નાની બેન છે તેના પગનું અપોરેશન કરાવ્યું છે.

તેમને તો હાલવા ચાલવામાં તકલીફ થાય છે અને સૌથી મોટા બહેન તો ટેકા વડે ચાલે છે સૌથી મોટા બેનના જીવનમાં સંપૂર્ણ પરિવારછે તો પણ તેમને કોઈ રાખતું નથી જ્યાં સુધી ચાલી શક્યા ત્યાં સુધી સહારે તેના પરિવારના બધાં લોકો આવ્યાં હતાં પરંતુ હાલની શારીરિક સ્થિતિ સાવ નબળી પડી ગઈ છે જેથી તેના સહારે અત્યારે કોઈ નથી આ માટે ત્રણેય.

બહેનનો ખાવાની કોઈ વસ્તુ નથી હોતી કોઈ નાની વસ્તુ આપી જાય જેમ કે ફૂટ પેકેટ જેવી કઈ પણ વસ્તુ આપે તો ખાઈ બાકી ભૂખ્યા જ સુઈ જાય આનું કારણ છેકે તેમની પાસે આર્થિક સહાય થાય તેવી કોઈ સુવિધા નથી આ માટે તે આવું જીવવા મજબૂર બન્યા છે હાલ આ બહેનોની મદદે પોપટભાઈ પોતે જ આવ્યાં છે જેથી કરીને તેનાથી બનતી મદદ કરી શકે.

પોપટભાઈને આ બહેનો જણાવે છેકે તેની હાલ કોઈ મદદ નથી કરતુ આ માટે તમે અમારી સહાય કરો જેથી કરીને અમે અમારૂ પેટ ભરી શકીએ વચલા બહેન ચાલી શકે પરંતુ તે બીજી કોઈ મદદ નથી કરી શકતા કેમ કે તેમની ઉંમર પણ હાલ કમાવવા જેવી નથી આમ આ બહેનો તેમના જીવનમાં આવા દિવસો કાઢી રહી છે.

ઉલ્લેનીય છે કે પોપટભાઈની ટીમ સમગ્ર ગુજરાતમાં નિસહાય લોકોની મદદ કરે છે જેમાં અપંગ હોય રોડ પર રઝળતા લોકો હોય જેવા અનેક ગરીબ લોકોની સહાય આ ટીમ એક જ કરે છે આ ટીમ દ્વારા જે કાર્ય કરવામાં આવેછે તે ખરેખર પ્રસંશાને લાયક છે કેમકે જે વિધવા મહિલાઓ છે તેની મદદ કરીને પોપટભાઈની.

ટીમ પ્રસંશનીય કાર્ય કર્યા હતાં એવામાં હાલમાં આ બહેનોની મદદે આવીને પોપટભાઈની ટીમે એમના ચહેરા પર એક સ્મિત લાવવાનું કામ કર્યું હતું માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ આ ઉદેશ્ય સાથે ચાલતા પોપટભાઈની ટીમ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યા પોતાનું યોગદાની આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *