આધુનિક યુગના આ સમયમાં લોકો સોશિયલ મીડિયા સાથે ખૂબ જ કનેક્ટેડ રહે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ જેવી વિભિન્ન વેબસાઈટ આજે લોકોના મનોરંજનની પહેલી પસંદ સાબીત થઇ છે એ વચ્ચે ઘણા એવા પણ લોકો છે જેઓ નકલી આઈડીઓ બનાવી ને લોકોની સાથે છેતરપિંડી કરતા જોવા મળે છે.
તો ઘણા તસ્કરો છોકરીના નામે પણ નકલી આઈડી પરથી લોકોની પાસે પૈસા પડાવતા પણ જોવા મળે છે અને આ ઘટનાઓ ખૂબ જ વધી રહી છે સોશિયલ મીડિયા પર ગાંધીબાપુ જેવા મહાનુભાવો ને પણ લોકોએ બાકી મૂક્યા નથી તેમના નામની પણ આઈડી બનાવીને પોસ્ટ કરતા જોવા મળે છે એ વચ્ચે.
તાજેતરમાં જૂનાગઢના મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુએ પોતાનો એક વિડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી મારા નામની આઈડી કોઈ વ્યક્તિ બનાવી રહ્યા છે હુ મારા મોબાઈલ માં માત્ર વોટ્સએપ શિવાય કાંઈ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ નો ઉપયોગ નથી કરતો એ છતાં.
પણ મારા નામની નકલી આઈડી બનાવી ને જે પણ લોકો ખોટી તસવીરો કે વિડીઓ શેર કરે છે એવા પ્રભુઓ ને હું જણાવું છું કે એ બંધ કરી દેજો નહીંતર હુ આ મામલે કાયદેસર ની કાર્યવાહી કરીશ મહેરબાની કરીને મારા નામથી ચલાવતી આઈડી બંધ કરી દેજો નહિતર હું આ મામલે હવે.
કાયદાકીય પગલા ભરીશ મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુએ પોતાનો આ વિડીઓ વોટ્સેપ માં શેર કર્યો હતો આ વિડીઓ સામે આવ્યા બાદ તેમના નામે નકલી આઈડી બનાવતા લોકો વિરૂદ્ધ લોકોનો રોષ ભભુકી ઉઠયો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.