આપણે જોયું છે કે ઘણા બધા કંપની વાળાઓ ના અલગ અલગ ડિલિવરી માણસો હોય છે અને તે ઓડર પ્રમાણે મંગાવેલી વસ્તુઓ આપણા સુધી પહોંચાડતા હોય છે પરંતુ આં ડિલિવરી છોકરાએતો હદ જ કરી નાખી તેને જે કર્યું તે જોઇને હસી પડશો ચાલો આગળ જોઈએ.
મિત્રો તમે ફોટામાં જોઈ શકો છો કે એક ડિલિવરી છોકરો પોતાના સ્કૂટર પર થેલો લઈને ઓર્ડર પ્રમાણે વસ્તુઓ આપવા માટે જતો હોય તેવું આપણને લાગે છે અને તે રસ્તામાં થોડી વાર રેસ્ટ ઉભો લેવા માટે ઊભો હોય તેવું લાગે છે અને તેવામાં તે આજુ બાજુ નજર કરે છે પછી જે કરે છે તે જોઇને ચોંકી જશો.
તે આજુ બાજુ જુએ છે પરંતુ તેને કોઈ માણસ નજરે પડતું નથી અને તે થેલો ખોલે છે અને તેમાંથી એક પેકેટ ઉઠાવે છે અને તેમાંથી ખાવાની વસ્તુ લઈને તે પેકેટ પછી વ્યવસ્થિત કરીને બંધ કરી દે છે થોડી વાર પછી તે પેકેટ પછી ઉઠાવે છે અને તેમાંથી ખાવાનું લઈ પાછું મૂકી દે છે મિત્રો આં માણસ નો વિડિયો એક હોટેલ ના કેમેરા માં રેકોર્ડિંગ થઈ ગયો હતો અને ત્યાંથી હોટેલ વાળાઓએ લોકો સુધી આં વિડિયો શેર કર્યો જેથી લોકો ને પણ ખબર પડે કે કોઈ પણ વસ્તુ મંગાવતા પહેલા જો તેમાં કોઈ વસ્તુ ખાવાની ઓછી હોય તો ફરિયાદ કરતા ખબર પડે.
આ ડિલિવરી છોકરો એ ઝોમેટો કંપનીમાં નોકરી કરતો હોય તેવું લાગી આવી રહ્યું છે કારણ કે તેની ટીશર્ટ પર ઝોમેતો લખેલું દેખાય છે મિત્રો તમે પણ કોઈ પણ પ્રકારનું પાર્સલ મંગાવો તો તેની જરૂરથી ચકસની કરો કારણ કે તેમાં આવા લોકોને કારણે વધ ઘટ પણ હોય શકે છે આથી ચેતતા રહો અને દરેક પાર્સલ ચેક કરતા રહો.