Cli

મૃત વ્યક્તિ થયો જીવિત ! પાલકીમાં પડેલ મડદું અચાનક આંખો ખોલી હલન ચલણ કરતા જોઈ લોકોના ઉડ્યા હોશ…

Ajab-Gajab Breaking

અત્યારે એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યોછે જે વિડિઓ દિલ્હીના નરેલા એરિયાનો સામે આવ્યો છે વિડીઓમાં દેખાઈ રહ્યું છે પાલકીમાં સૂતો વૃદ્ધ આંખો ખોલીને આજુબાજુ જોઈ રહ્યો છે અંતિમ સંસ્કારના કરવાની તૈયારી માંજ મૃત વ્યક્તિના શરીરમાં આવી હરકત જોઈને આસપાસના લોકોના હોશ ઉડી ગયા હતા.

હકીકતમાં વૃદ્ધ વ્યક્તિનું નામ શતીષ ભારદ્વાજ છે જેમની ઉંમર 62 વર્ષ બતાવાઈ રહી છે પરિવારે દાવો કર્યો હતો તેમના દાદાનું 26 ડિસેમ્બરે મોત થયું હતું તેના બાદ અંતિમ સંસ્કાર માટે એમને સ્મશાનઘાટ લઈ જવામાં આવ્યા હતા જેવાજ અંતિમ સંસ્કારની ક્રિયા શરૂ થઈ એવા લોકોએ જોયું ચિતા પર વૃધે અચાનક પોતાની આંખ ખોલી.

તપાસ કર્યા બાદ જાણવા મળ્યું તેઓ શ્વાસ લઈ રહ્યા હતા અને તેઓ જીવીત હતા તેના બાદ લોકોએ તાત્કાલિક દિલ્હી પોલીસ અને એમ્બ્યુલન્સ ફોન કરાવીને જાણકારી આપી જેના બાદ તાત્કાલિક એમ્બયુલન્સ પહોંચી અને વૃદ્ધ દાદાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા આ મામલામાં દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ શખ્સ જીવિત જ હતો.

જે હોસ્પિટલમાં વૃદ્ધ દાદા દાખલ હતા ત્યાં હોસ્પિટલની સલાહ વગર જ વૃદ્ધ દાદાના પરિવારના લોકોએ વૃદ્ધને જબરજસ્તી રજા લેવડાવી હતી જણાવી દઈએ અત્યારે આ વૃદ્ધ દાદાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે સ્મશાનઘાટમાં અચાનક વૃદ્ધને જીવિત જોતા વિડિઓ બનાવીને સોસીયલ મીડિયામાં સેર કરતા વાઇરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *