ગુજરાતી ફેમસ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ આ દિવસોમાં પોલીસની કસ્ટડીમાં છે અને તેમને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે છ ડિસેમ્બરના રોજ રાજકોટ સરેશ્વર ચોક નજીક બિલ્ડર મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના બે સાગીરથોએ મળીને જાનલેવા હુમલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ને.
લાકડી અને ધોકા વડે મારવામાં આવ્યો હતો ગંભીર રૂપે ઘાયલ થતા મયુરસિંહ રાણા ને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા જે ઘટનાના દસ દિવસ બાદ દેવાયત ખાવડ અને તેના બે સાગીરથો કિશન કુંભારવાડીયા અને હરેશ રબારી પોલીસ સામે હાજર થયા હતા આ ત્રણેય આરોપીઓને એ.
ડિવિઝન રાજકોટ પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા અને બે દિવસના રિમાન્ડ માગ્યા હતા જે બે દિવસના રિમાન્ડ પુરા થતા પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી નહોતી અને આ ત્રણેય આરોપીઓને રાજકોટ કોર્ટે જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો હતો આ ગુનામાં વપરાયેલી કાર હથિયાર અને કપડા પોલીસે જપ્ત કરી લીધા છે.
પોલીસની પૂછપરછ દરમિયાન દેવાયત ખાવડે જણાવ્યું હતું કે દસ દિવસથી તે મૂળી એક વાડીમાં રોકાયેલા હતા સાથે હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ તેની સાથે મોબાઈલ સ્વીચ ઓફ કરીને હતા એવું પોલીસને પોતાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું સાથે મીડિયા કર્મીઓએ પોલીસ પાસેથી વધુ વિગત.
મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે આ મામલે મૌન સાધ્યું હતું અને માત્ર દેવાયત ખાવડ આ દશ દિવસ મુળી વાડીમાં રોકાયા હતા તે જ માહિતી આપી હતી સાથે પોલીસે આ ઘટનામાં દેવાયત ખવડ ની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સમાવેશ છે કે નહીં તેની માહિતી નથી આપી અને વધારે ખુલાસો હજુ સુધી સામે આવ્યો નથી.