Cli
મિથુન સાથે ટકરાવ શક્તિ કપૂરને ભારે પડ્યો હતો, ધોળા દિવસે બતાવ્યા હતા તારા…

મિથુન સાથે ટકરાવ શક્તિ કપૂરને ભારે પડ્યો હતો, ધોળા દિવસે બતાવ્યા હતા તારા…

Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી બોલીવુડના એ કલાકારોમાં થી છે જેમને ખૂબ જ સંકસ્મય જીવન સાથે પોતાની મહેનતના જોરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઊંચું મુકામ પ્રાપ્ત કર્યું છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતમાં તેમના રંગના કારણે તેમને ઘણીવાર અપમાનીત પણ કરવામાં આવતા હતા અને તેમને એ સુધી કહેવામાં.

આવતું હતું કે તેઓ ક્યારેય એક અભિનેતા બની નહીં શકે પરંતુ મીથુન ચક્રવર્તી એ પોતાના દમદાર અભિનય થકી ઘણી બધી હિટ ફિલ્મો આપી અને આજે પણ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે આજે પોતાની વધતી ઉંમર સાથે પણ તેઓ બોલીવુડમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કરતા જોવા મળે છે.

મિથુન ચક્રવર્તી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફથી હંમેશા ચર્ચાઓમાં રહ્યા છે એક તરફ મિથુન ચક્રવર્તી પોતાના શાંત સ્વભાવથી ચર્ચાઓમાં રહે છે તો બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે મિથુન ચક્રવર્તીને જ્યારે ગુસ્સો આવી જાય છે ત્યારે તે કોઈનું સાંભળતા નથી આજ કડીમાં તેમના અને.

શક્તિ કપૂર સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે મિથુન ચક્રવર્તી એ શક્તિ કપૂર સાથે 150 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે તેઓની વચ્ચે એકવાર ટકરાવ જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેઓ સારા મિત્રો બની ગયા હતા અને જ્યારે પણ મિથુન ચક્રવતી ની ફિલ્મોમાં વિલનની વાત સામે આવતી હતી.

ત્યારે મિથુન ચક્રવર્તી શક્તિ કપૂરનું નામ સૂચવતા હતા સાલ 2020 માં શક્તિ કપૂરે ધ કપીલ શર્મા શો માં આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ એફબીઆઈ આઈ માં ભણવા ગયા હતા ત્યારે તેઓ મોજ માં હતા તેમને હાથમાં બીયર પકડી એન્ટ્રી મારી હતી.

આ સમયે તેમની સામે એક વ્યક્તિ ધોતી પહેરેલો જોવા મળ્યો શક્તિ કપૂર એ જણાવ્યું કે તેઓ એટલા ઇમપ્રેસ થઈ ગયા કે તેઓ તે વ્યક્તિ પાસે પહોંચી ગયા અને તે વ્યક્તિને બિયરની ઓફર કરી પરંતુ શક્તિ કપૂરને એ બીયર ઓફર કરવી ખૂબ ભારે પડી કારણકે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શક્તિ કપૂરના.

સિનિયર મીથુન ચક્રવર્તી હતા તેઓ એક વર્ષ પહેલાં થી અહીંયા અભ્યાસ કરી રહ્યા હતા આ દરમિયાન મિથુન ચક્રવર્તીને એટલું ગુસ્સો આવ્યો હતો કે તેને શક્તિ કપૂરને ખૂબ માર માર્યો હતો શક્તિ કપૂરને રડવું આવી ગયું હતું શક્તિ કપૂર પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ બીયર ઓફર કરીને.

જ્યારે પોતાની રૂમમાં જતા હતા ત્યારે તેમના પાછળથી વાળ પકડીને મિથુન ચક્રવર્તીએ તેમના નીચે પછાડ્યા અને ત્યારબાદ તેઓ ઢસડી અને બીજી રૂમમાં લઈ ગયા ત્યાં તેમના બીજા સાથે વિજેન્દ્ર ભાટીયા અને રાહુલ દેવ પણ હાજર હતા મિથુન ચક્રવતીએ શક્તિ કપૂરને કહ્યું કે હું તારાથી એક વર્ષ સિનિયર છું.

અને તું મને બિયરની ઓફર કરી રહ્યો છે એમ જણાવી તેના લાંબા વાળ પણ કાપી નાખ્યા હતા અને શક્તિ કપૂર અને સ્વિમિંગ પૂલ માં ફેંકી દીધા ત્યારબાદ શક્તિ કપૂર એ જણાવ્યું કે હું રડવા લાગ્યો હતો અને ને અભિનય છોડવાનુ નક્કી કરી લીધું હતું પરંતુ ત્યારબાદ મિથુન ચક્રવર્તી મારી પાસે આવ્યા મને.

સમજાવ્યો મારી માફી માગી અને ત્યારબાદ અમારા વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ અને તેઓ હંમેશા મારી સાથે રહ્યા મને ફિલ્મો અપાવવામાં પણ મિથુન ચક્રવર્તીનો સહયોગ હતો ત્યારબાદ મિથુન ચક્રવર્તી અને શક્તિ કપૂર ઘણી બધી ફિલ્મોમાં સાથે અભિનય કરી ખૂબ જ લોકપ્રિયતા મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *