બાળકો તો બાળકો છે એમનામાં માસુમિયત અને પ્રેમ બંને ભરેલ હોય છે તેઓ જેટલા શેતાન હોય છે એટલાજ પ્રેમથી ભરેલ હોય છે અહીં મણિપુરની એક બાળકી પોતાની નાની બહેનને ગોદમાં લઈને સ્કૂલમાં પહોંચી ગઈ તેની આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે બાળકીની ઉંમર 10 વર્ષ જેવી દેખાઈ રહી છે.
તેની નાની બહેનને ઘરે મુકવાની જગ્યાએ સ્કૂલમાં લાવવી સારું સમજી તેઓ નાની બહેનને ગોદમાં સુવડાઈને ભણતી રહી આ તસ્વીરમાં બાળકીનો પ્રેમ જ નહીં પરંતુ એક ભણવાનો લગાવ પણ જોવા મળ્યો 10 વર્ષની આ બાળકીની ઉંમર હજુ રમવાની છે ત્યારે એવામાં તે નાની બહેનની જિમ્મેદારી નિભાવી રહી છે.
આ તસ્વીરને મણિપુરના પર્યાવરણ મંત્રી બિશ્વજીત સીંગે શેર કરતા કેપશનમાં લખ્યું છેકે તે બાળકીનું નામ છે મેનિંગસિન્લિવ પાલમેઈ છે જેઓ મણિપુરના તાઈમેન્ગ્લોંગની છે અને તેઓ પોતાની નાની બહેનને સ્કૂલમાં લઈને એટલા માટે પહોંચી કે અત્યારે તેના માતાપિતા ખેતરમાં કામ કરી રહ્યા છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.