Cli
ધન્ય છે ખજુરભાઈ ને, મહેસાણાના પાચં માં બાપ વિનાના બાળકોનુ ઘર બનાવવા ખજુર ભાઈ પહોંચ્યા અને જણાવ્યું કે...

ધન્ય છે ખજુરભાઈ ને, મહેસાણાના પાચં માં બાપ વિનાના બાળકોનુ ઘર બનાવવા ખજુર ભાઈ પહોંચ્યા અને જણાવ્યું કે…

Breaking

ગુજરાતમા કોમેડી મનોરંજન ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના અભિનય કેરિયર ની સાથે પોતાની સેવાકીય પ્રવૃતિઓ થી આજે ખુબ લોકચાહના ધરાવે છે ખજૂર ભાઈએ ગુજરાતમાં નિરાધાર વૃદ્ધ અશક્ત માતા પિતા વિનાના બાળકોના અંદાજીત 250 થી વધારે રહેવા માટે મકાન બનાવી આપીને.

માનવતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખજુરભાઈ પોતાના સેવા કાર્યો થી આજે દેશભરમાં માં ચર્ચાઓ માં છે કેન્દ્ર સરકાર દ્વારા પણ તાજેતરમાં ખજુર ભાઈ ની નોધં લેવામાં આવી હતી અને તેમનો એક વિડીઓ ઓફીસીયલ ભારત સરકાર દ્રારા દેખાડવામાં આવ્યો હતો કોરોના સમય દરમિયાન વાવાઝોડા દરમિયાન લોકોને.

સહાયતા કરતા ગરીબ લોકોની મદદ કરવા નિસ્વાર્થ ભાવે દોડી જનાર ખજુર ભાઈ ને લોકો ભગવાનનું સ્વરૂપ માને છે એ વચ્ચે તાજેતરમાં ખજુર ભાઈ મહેસાણા જિલ્લામાં આવેલા ડાભલા ગામે પહોંચ્યા હતા ખજુર ભાઈ ને માહિતી મળી હતી કે ભરથરી નાથબાવા સમાજનો એક પરીવાર ખુબ મુશ્કેલી ભરી પરીસ્થીતી માં છે ખજુર ભાઈ ત્યાં પહોંચ્યા હતા.

ત્યાં તેમને પરિસ્થિતિ જોઈ તો તેમની આંખો ભરાઈ આવી હતી 80 વર્ષ ની ઉંમરના કૈલાશભાઈ ભરથરી અને તેમની પત્ની તેમના દિકરા ના 5 બાળકોનું જેમતેમ કરીને ભરણ પોષણ કરી રહ્યા હતા રહેવા માટે ટુટેલુ છાપરું હતું કૈલાસભાઈ ખજૂર ભાઈ ને જોતા રડી પડ્યા હતા અને તેમને કહ્યું હતું કે સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ બનીને.

તમે મારા આંગણે આવ્યા છો મારા માથે કોઈનો સહારો નથી કોઈનો સપોર્ટ નથી મારા બે દિકરાઓ હતા તે મરી ગયા છે જે આ પાચં બાળકો છે તેના પિતા કેરોસીન છાંટી ખુદ ખુશી કરી લીધી તો તેની માં આ પરીસ્થીતી માં ઘર છોડી ભાગી ગઈ આ બાળકોને દાદા દાદી તરીકે અમે મોટા કરી રહ્યા છીએ જો અમે આ દુનિયામાંથી.

ચાલ્યા જઈશું તો દીકરા દીકરીનું શું થશે રહેવા માટે સારું મકાન પણ નથી અમે તમને ભગવાન માનીએ છીએ અને અમારી એક જ મનોકામના છે કે અમારા માટે નહીં પરંતુ આ બાળકો માટે એક રહેવા મકાન બનાવી દો આ દરમિયાન ખજૂર ભાઈ ની આંખો ભરાઈ આવે અને ખજૂર ભાઈઓ પોતાના સંસ્કારોથી વડીલોના.

આશીર્વાદ લીધા અને જણાવ્યું કે આપનું રહેવા માટેનું હું મકાન કાલે નહીં પરંતુ આજે જ બનાવું છું હું અહીં જ રોકાવું છું જ્યાં સુધી આ મકાન તૈયાર નહીં થાય સાથે બાળકો અને ભવિષ્ય વિશે પણ ખજૂર ભાઈએ જણાવતા કહ્યું કે આ બાળકોનો તમામ ભવિષ્યનો શિક્ષણનો ખર્ચો હું ઉપાડીશ અને તેમને.

હંમેશા ભવિષ્યમાં પણ મદદ કરીશ એમ જણાવતા ખજૂર ભાઈએ પોતાની ટીમ સાથે મળીને મકાન બનાવવાની કામગીરી હાથ ધરી પાચં બાળકોમાં મોટી દિકરી લક્ષ્મી જેમ તેમ કરીને જમવાનું બનાવતી ખજુર ભાઈએ મકાન બનાવી આપવાનું કહેતા દિકરી રુડી પડી અને એક પિતાને દિકરી.

જેમ ભેટે એમ ભેટી પડી હતી અને ખજુર ભાઈ એ આ બાળકો માટે રહેવા મકાન બનાવી આપવાની કામગીરી જેસીબી બોલાવી ધરી હતી સાથે ખજુર ભાઈ છેલ્લા 5 દિવસથી મહેસાણાના ડાભલા ગામે રોકાયેલા છે તેમની આ કામગીરી માં ગામલોકો પણ પુરો સાથ સહકાર આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *